શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2020 (17:23 IST)

હમારી કશ્તી વહાં ડુબી જહા પાની કમ થા... પીએમ મોદીએ કોરોનાને લઈને કર્યુ એલર્ટ

પીએમ મોદીએ ફરી એકવાર કોરોના વાયરસ ચેપ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે દેશ આપત્તિના ઊંડા સમુદ્રમાંથી બહાર આવ્યો છે અને કિનારા તરફ આગળ વધી રહ્યો છે.  પીએમ મોદીએ  વેક્સીનને માટે ઘટી રહેલા રાહ તરફ ઇશારો કરતા કહ્યું કે હવે આપણે પહેલા કરતાં વધુ જાગૃત રહેવુ પડશે, નહીં તો પાણી ઓછું હતું ત્યાં આપણી નાવડી ડૂબી જશે. પીએમ મોદીએ ખાતરી આપી હતી કે દેશને અપાયેલી રસી વૈજ્ઞાનિકોની દરેક કસોટી પર ખરી ઉતરશે. 
 
પીએમ મોદીએ કોરોના સામેના અત્યાર સુધીના લડાઈનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આપણે આપત્તિના ઊંડા સમુદ્રમાંથી બહાર આવ્યા છીએ. દુનિયા માને છે કે ભારત આમાંથી બહાર નહી આવી શકેશે નહીં. આપત્તિના ઊંડા સમુદ્રમાંથી બહાર આવીને આપણે કિનારા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા બધાં સાથે પેલી એક જૂની શાયરી ફેમસ છે તેવુ ન થઈ જાય કે - હમારી કશ્તી ભી વહી ડૂબી જહા પાની કમ થા. આપણે આ પરિસ્થિતિ આવવા દેવાની નથી. જે  દેશોમાં કોરોના ઘટી રહ્યો હતો ત્યા ઝડપથી સંક્રમણ ફેલાય રહ્યુ છે, આ વલણ આપણા દેશના ઘણા રાજ્યોમાં પણ ચિંતાજનક છે. તેથી આપણે બધાએ પહેલાં કરતાં વધુ જાગૃત રહેવું જોઈએ. ''
 
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સિનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબો અમારી પાસે નથી. જે વેક્સિન બનાવનાર છે, કોર્પોરેટ વર્લ્ડની પણ કમ્પિટિશન છે. અમે ઈન્ડિયન ડેવલપર્સ અને અન્ય મેન્યુફેક્ચરર્સ સાથે કામ કરી રહ્યા છીએ.
 
વેક્સિન આવ્યા પછી એ પ્રાથમિકતા છે કે એ તમામ લોકો સુધી પહોંચે. અભિયાન મોટું હશે તો લાંબું ચાલશે. આપણે એક થઈને ટીમ તરીકે કામ કરવું પડશે. વેક્સિનને લઈને ભારત પાસે જેવો અનુભવ છે એ મોટા મોટા દેશો પાસે નથી. ભારત જે પણ વેક્સિન આપશે એ વૈજ્ઞાનિક રીતે યોગ્ય હશે. વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન રાજ્યો સાથે મળીને કરાશે છતાં પણ આ નિર્ણય અમે સાથે મળીને કરીશું.
 
તેમણે કહ્યું હતું, એક સમયે અજાણી તાકાત સામે લડવાનો પડકાર હતો. દેશના સંગઠિત પ્રયાસોએ તેનો સામનો કર્યો. નુકસાન ઓછામાં ઓછું થયું. રિકવરી અને ફેટિલિટી રેટમાં ભારત સારી સ્થિતિમાં છે. ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. PM કેરના માધ્યમથી ઓક્સિજન અને વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવાની વાત પર ભાર અપાઈ રહ્યો છે
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સિનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠક પછી PM મોદીએ કહ્યું હતું કે વેક્સિનની સ્થિતિ અને ડિસ્ટ્રિબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે એમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. વેક્સિનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી.