મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 2 ડિસેમ્બર 2025 (10:55 IST)

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

kamal hasan
એક સમય હતો જ્યારે દરેક માતા પિતાનુ સપનુ રહેતુ હતુ કે તેમનો પુત્ર કોઈ સરકારી નોકરીમાં લાગી જાય. જ્યારે વાત સરકારી નોકરીની આવે તો સૌથી મોટી વાત સુરક્ષા અને પેંશનની આવે છે કારણ કે સરકારી નોકરી જેવી સિક્યોરિટી બીજે ક્યા હતી.  એવુ માનવામાં આવતુ હતુ કે જેની પણ સરકારી નોકરી હોય તેને લગ્ન માટે છોકરો કે છોકરી મળવામાં પરેશાની નથી આવતી.  હવે આ અભિનેતાને ને 71 ની વયે સરકારી નોકરી મળી છે. બેશક આ સાંભળીને તમને નવાઈ લાગશે કારણ કે રિટાયરમેંટની વય ભારતમાં 58 થી 65 વર્ષ સુધીની છે. આવામાં 71 વર્ષની વયે સરકારી નોકરી મળવી એ ચોંકાવનારા સમાચાર છે. પણ આ સાચુ છે. આવો જાણીએ શુ છે આખો મામલો.  
 
છેવટે કેવી રીતે મળી 71 ની વયે સરકારી નોકરી ?
અભિનેતા કમલ હાસન તાજેતરમાં જ કેરલમાં હૉર્ટ્સ આર્ટ એંડ લિંટરેચર ફેસ્ટિવલમાં સામેલ થયા. તેમણે અભિનેતા મંજૂ વારિયરની સાથે એક સેશનમાં ભાગ લીધો. અહી તેમને સિનેમા અને પોલિટિક્સ પર વાત કરી. જ્યારે એંકરે પુછ્યુ કે તાજેતરમાં રાજ્યસભા MP બનવા પર કેવુ લાગ્યુ તો કમલે ખૂબ જ મજેદાર જવાબ આપ્યો. જેને સાંભળીને કમલ હસનના એ ફેંસને હસવુ આવી જશે જેમના મા-બાપ ઈચ્છતા હતા કે તેઓ સરકારી નોકરી કરે.  
 
71 વર્ષની ઉંમરે કેવી રીતે સાકાર થયું માતાનુ સપનુ ?
 
કમલ હાસને જવાબ આપ્યો કે તેમને આખરે તેમની માતાને જે સરકારી નોકરી જોઈ હતી તે મળી ગઈ. કમલને પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે તેમને કેવું લાગ્યું. તેમણે કહ્યું કે તે ક્ષણે તેમને તેમના માતાપિતા, ડી. શ્રીનિવાસન આયંગર અને રાજલક્ષ્મી યાદ આવ્યા. તેમણે કહ્યું, "હું ગયો, અને જ્યારે મેં સહી કરી, ત્યારે મારા મગજમાં સૌથી પહેલા મારા પિતા અને માતા આવ્યા. હું સ્કૂલ છોડી દીધી હતી, અને મારી માતા હંમેશા મને કહેતી કે જો મેં ઓછામાં ઓછી SSLC પરીક્ષા પાસ કરી હોત, તો મને રેલ્વેમાં સરકારી નોકરી મળી હોત."
 
તેમણે બતાવ્યુ કે 71 વર્ષની ઉંમરે મે તેમનુ સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને તેમને ખુદ પર એટલો ગર્વ હતો કે તેઓ માતાને ફોન કરીને આ વિશે કહેવા માંગતા હતા. કમલે કહ્યું, "હું મારી માતા અથવા કોઈને ફોન કરીને કહેવા માંગતો હતો કે, 'હું સરકારી નોકરીમાં છું.' મને ખૂબ ગર્વ થાય છે." અભિનેતાએ કહ્યુ કે તેમને લોકોની સેવા કરવામાં પોતાનો ગર્વ પણ લાગતો હતો, તેઓ આવુ હંમેશાથી ઈચ્છતા હતા. 
 
કમલે આ કાર્યક્રમમાં તેમની પોલિટિકલ આઈડિયોલોજી વિશે પણ વાત કરતા કહ્યું કે તેઓ ખુદને સેટ્રિસ્ટ માને છે. તેમણે દાવો કર્યો કે તેમનું પ્રોડક્શન હાઉસ, રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ, એવા વિષયોને સમર્થન આપે છે જેમાં તેઓ આઈડિયોલોજી ના રૂપમાં વિશ્વાસ કરે છે.