Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાતે મેળવી સફળતા: 24 કલાકમાં નોંધાયા માત્ર 996 નવા કેસ, 15ના મોત

શનિવાર, 5 જૂન 2021 (20:24 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 996 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 3,004 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,85,378 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.32 ટકાએ પહોંચ્યો હતો. 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 20,078 એક્ટિવ દર્દી છે, જે પૈકી 382 લોકો વેન્ટિલેટર પર છે અને 19,705 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,85,378 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,921 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, અમરેલીમાં 1, રાજકોટમાં 1, અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 15 દર્દીઓના મોત થયા છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

Sabarimala Temple સબરીમાલા મંદિર

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

આગળનો લેખ
Show comments