સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (11:11 IST)

દારૂની હોમ ડિલીવરીને મંજૂરી, મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા ઓર્ડર કરી શકશો.

Delhi Govt Allows Home Delivery of Liquor : દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) સરકારે ભારતીય દારૂ અને વિદેશી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. જો કે દારૂની હોમ ડિલીવરી માટે મોબાઇલ એપ અથવા ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ઓર્ડર આપવો પડશે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની બીજી વેવ દરમિયાન લોકડાઉન જાહેરાત થયા પછી દારૂ કંપનીઓએ એપ્રિલ મહિનામાં દિલ્હી સરકાર પાસેથી હોમ ડિલીવરઈ કરવાની મંજુરી માંગી હતી. તેમનુ કહેવુ હતુ કે કોવિડ-19 મહામારીની રોકથામ માટે લોકડાઉનની જાહેરાત કર્યા બાદ દારૂની દુકાનો પર પીનારાઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. 
 
 દારૂ બનાવતી કંપનીઓની સંસ્થા કૉન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઓ (સીઆઈબીસી) એ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મુંબઈમાં કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, પરંતુ રાજ્ય સરકારે દારૂની હોમ ડિલીવરી ઘર સુધી કરવાની મંજુરી આપી છે. 
 
સીઆઈએબીસીના જણાવ્યા અનુસાર, લગભગ એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત થયા બાદ દિલ્હીમાં દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. સંગઠનના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીએ કહ્યું કે આપણે દિલ્હીમાં જે જોયું તે લોકો વચ્ચે  ગભરામણનું પરિણામ હતું. આ લોકોના મનમાં પાછલા વર્ષના લોકડાઉનની યાદનુ પરિણામ છે.  દેશભરના લાખો લોકો દારૂ પીવે છે અને તેઓ નથી ઈચ્છતા કે તેમને તેનાથી વંચિત રહેવુ પડે. 
 
સીઆઈએબીસીએ આશા વ્યક્ત કરી કે લોકો અને દારૂના દુકાનદારો કોવિડની રોકથામને લગતા નિયમો એટલે કે માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડેસ્ટેન્સિંગ સહિત અન્ય અન્ય જરૂરી પગલાંનુ પાલન કરશે. 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 19 એપ્રિલથી લોકડાઉનની જાહેરાત પછી દારૂની દુકાનો પર લાંબી લાઈનો જોવા મળી.  દારૂના શોખીન ભીષણ તાપમાં પણ કલાકો સુધી પોતાનો નંબર આવવાની રાહ જોતા જોવા મળ્યા. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે કેટલાક સ્થાન પર ઝગડો થતો પણ જોવા મળ્યો.  અનેક લોકોએ ગરમી વધવની સાથે પોતાની ધીરજ પણ ગુમાવી, તો કેટલાક સ્થાંપર લોકોએ લાઈનો તોડીને આગળ વધવાની કોશિશ કરતા જોવા મળ્યા, જેને કારણે થોડી ઘણો વિવાદ પણ થઈ ગયો હતો.