Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં અઢી હજાર શાકભાજીવાળાઓનું સ્ક્રિનિંગ કરાશે

શુક્રવાર, 8 મે 2020 (12:28 IST)
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 476 દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો 32 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સુરક્ષિત પગલા પણ લેવાય તે માટે વહીવટીતંત્રે ચાર મહત્વના નિર્ણય કર્યાં છે.  શાકભાજીના ફેરિયાઓને સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે ત્યારે 2500 જેટલા શાકભાજીવાળાઓએ આગામી ત્રણ દિવસમા તેમના નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરના સમયે જઇને પ્રો એકટીવ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે અને જરૂર પડે તો સેમ્પલ પણ આપવાનું રહેશે.આ સ્ક્રીંનિંગ દરમ્યાન ડાયાબિટિશ, હાઇપરટેન્શન, કિડનીની બીમારી, શ્વાસની બીમારી મળી આવશે તો તેમને હાઇરિસ્ક ગણીને તેમની તેમજ 65 વર્ષથી વધુ વયના લોકોની શાકભાજી વેચાણની પરવાનગી રદ કરીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે. બીજુ, શાકભાજીવાળાના હેલ્થ કાર્ડ આ સેન્ટર ખાતે રાખવામાં આવશે અને જે શાકભાજીવાળા ત્રણ ત્રણ દિવસના સમયાંતરે હેલ્થ સેન્ટરમાં આવીને નિયમિત સ્ક્રિનિંગ નહીં કરાવે તેમની પરવાનગી પણ આપોઆપ રદ કરી દેવામાં આવશે. લોકડાઉનના સમયગાળામાં ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર યુનિટ્સ, દુકાનો, મોલ વગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી-ફળફળાદિના વેચાણ માટે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલા છે.  આ સિવાય, સરકાર દ્વારા પણ કેટલીય વ્યકિતને છુટછાટ આપવામાં આવી છે. આ તમામ લોકોએ પોતાનું સતત સેલ્ફ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને જો તેમને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર જાણ કરવાની રહેશે. જો આવુ કરવામાં નહીં આવે તો તેવા લોકો સામે એપિડેમિક એક્ટ અંતર્ગત એપિડેમિક ડીસીઝ કોવિડ-19,રેગ્યુલેશન-2020 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments