સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 મે 2020 (12:11 IST)

લિંબાયત ભાજપના કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી રેલવેની ટિકિટના લાખો ઉઘરાવ્યા, વિડિયો વાયરલ

સુરતના લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી. મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી. એક મજુરે તેના ગૃપના 1.16 લાખ રૂપિયા પરત માંગતા આગેવાન રાજેશ વર્માએ તેને લાકડાના ફટકાથી માથામાં મારીને માથું ફોડી નાખ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટના સ્થળેથી માહિતી અનુસાર હાલમાં શહેરમાં રહેતા અન્ય રાજ્યના મજુરોને તેમના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવાઈ રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ રાજ્યની ટ્રેનો ખાસ કરીને ભાજપના લોકો રજીસ્ટ્રેશન મજુરોનું રજીસ્ટ્રેશન કરીને તેમની પાસેથી રૂપિયા લઈને પછી રેલવે સ્ટેશનેથી ટિકિટો ખરીદીને ફરીથી મજુરોને તે ટિકિટ આપી રહ્યા છે. ભાજપે ઝારખંડ જનાર મજુરોની વ્યવસ્થાનું કામ જે ચારેક જણાને સોપ્યું છે તેમાં એક રાજેશ વર્મા છે. તેને લિંબાયતમાં મહારાણા ચોક પાસે આવેલ તેની ઓફિસમાં સેંકડો મજુરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે. તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી.