Daily Horoscope
✕

હદ થઈ ગઈ, જેના પ્રેમમાં પડી હતી તેના લગ્ન થઈ ગયા, તો એ યુવતીએ અનેક શહેરો ઉડાવી દેવાની ધમકી આપવી કરી શરૂ

Updated: સોમવાર, 23 જૂન 2025 (17:58 IST)
gujarat police
ગુજરાત પોલીસે એક વિચિત્ર કેસ ઉકેલ્યો છે. પોલીસે ચેન્નાઈથી એક છોકરીની ધરપકડ કરી છે. એકતરફી પ્રેમને કારણે આ છોકરીએ અનેક શહેરોને ઉડાવી દેવાની નકલી ધમકીઓ આપી હતી.
 
અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ડા નામની છોકરીની ધરપકડ કરી છે. રેની રોબોટિક્સમાં લાયક છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એકતરફી પ્રેમમાં પડ્યા પછી, રેનીએ દેશભરમાં નકલી બોમ્બ ધમકીઓનું જાળું ફેલાવ્યું.
 
બદલો લેવાની વિચિત્ર ઇચ્છા
જેસીપી ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે રેની દિવિજ પ્રભાકર નામના વ્યક્તિ સાથે પ્રેમમાં પડી ગઈ હતી, પરંતુ ફેબ્રુઆરી 2025 માં, દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. બદલો લેવાની ઇચ્છામાં, રેનીએ ડાર્ક વેબનો આશરો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઇમેઇલ આઈડી બનાવીને ધમકીભર્યા ઇમેઇલ મોકલ્યા. તેણીએ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ એક નાની ભૂલથી તે પકડાઈ ગઈ. અમદાવાદ પોલીસ ચેન્નાઈ પહોંચી અને તેણીને પકડી લીધી.
 
11 રાજ્યોની પોલીસના રડાર પર
આ કેસ ફક્ત ગઈકાલે રાત પૂરતો મર્યાદિત નહોતો. 11 રાજ્યોની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં રોકાયેલી હતી. રેની પાસેથી ઘણા ડીઝિટલ અને કાગજી પુરાવા જપ્ત કર્યા છે. જેનાથી એક મોટા સાઈબર ક્રાઈમના મોડ્યૂલનો ઘટસ્ફોટ થયો છે. 

<

#WATCH | Gujarat | Ahmedabad Cyber ​​Crime unit has arrested a Chennai-based accused who was sending hoax bomb threats in different states

JCP Crime Branch, Sharad Singhal says, "...The main accused in the case is Reni Joshilda from Chennai. She is qualified in robotics and… pic.twitter.com/sch60WWTsP

— ANI (@ANI) June 23, 2025 >
એક ભૂલથી તે પકડાઈ ગઈ
શરદ સિંઘલે કહ્યું, "રેનીની એક ભૂલે અમને તેના સુધી પહોચાડી.  તેણે વિચાર્યું હતું કે તે ડાર્ક વેબ પર છિપાયેલી રહેશે, પરંતુ અમારા સાયબર ક્રાઈમ યુનિટની તીક્ષ્ણ નજરે તેને જાળમાં ફસાવી લીધી." આ ધરપકડ સાયબર ક્રાઈમ સામે એક મોટી જીત છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

આગળનો લેખ
Show comments