Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોડાસાની જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, જાનહાની ટળી

બુધવાર, 31 જુલાઈ 2019 (11:24 IST)
અરવલ્લી: મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં ગત મોડી રાત્રે ભયાનક આગ લાગી હતી. જો કે, આ આગની ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. ત્યારે આ આગ લાગ્યાના સમાચાર મળતા મોડાસાની 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યારે આ કંપનીમાં બળીને ખાખ જઇ જતા મોટું નુકસાન થયું છે.
 
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી જીઆઇડીસીમાં એક બેકવેલ બિસ્કિટની ફેકટરીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગની જ્વાળાઓ સમગ્ર ફેક્ટરીમાં ફેલાઇ ગઇ હતી. ત્યારે આગની ઘટના મળતા મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
 
જોકે, આગની તીવર્તા વધુ હોવાથી હિંમતનગર, બાયડ અને ઇડરથી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. સદનસીબે આગમાં કોઇ જાનહાની થઇ નથી. હજુ સુધી આ ફેક્ટરીમાં કયા કારણો સર આગ લાગી તે જાણવા મળ્યું નથી.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - દારૂડિયા ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ફેસબુક પર લંચ

હોલીવુડ અભિનેત્રી જેનિફર હાર્મનનુ નિધન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કપૂર ખાનદાનની વહુ, જેણે મોટા પડદા પર કાકા સસરા સાથે કર્યો રોમાંસ, 51 વર્ષ પછી આજે પણ હિટ છે આ 4 મિનિટનુ ગીત

ગુજરાતી જોક્સ - ખૂબ સુંદર નામ છે

આગળનો લેખ
Show comments