Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ધમાલ, 500 કાર્યકર્તાઓ રાજીનામું આપી શકે છે

સોમવાર, 22 ઑક્ટોબર 2018 (16:45 IST)
અમદાવાદ કોંગ્રેસના 500 કાર્યકર્તાઓ આજે એકસાથે રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ચાંદખેડાના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા છે. આજે બપોરે 2 વાગ્યા બાદ પાલડી પાસે રાજીવગાંધી ભવનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ કાર્યકર્તાઓ રાજીનામું આપીને ખેસ પણ ઉતારશે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કોંગી નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢશે. આ રેલી ચાંદખેડાથી નીકળી બપોરે 2 વાગ્યે કોંગ્રેસના કાર્યલય( રાજીવ ગાંધી ભવન) પહોંચશે. આ રેલીમાં જોડાયેલા કોંગી નેતાઓ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીનામું આપશે તેમજ પહેરેલું ખેસ પણ ઉતારશે. ખેસ ઉતારવાની આ સૌ પ્રથમ ઘટના બનશે.સુત્રોના આધારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસમાં પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચુકી છે. પરંતું કોંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે.

વધુ જુઓ..

રોજ લસણની એક કળી ચાવવાના ફાયદા

ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

વધુ જુઓ..

એપ્રિલમાં બરફ જોવા માંગો છો? તમારા પરિવાર સાથે આ સ્થળોની મુલાકાત અવશ્ય લો.

ગુજરાતી જોક્સ - દંડ થશે.

Monalisa Bhosle Age: શુ સગીર છે મોનાલિસા ? પતિ ફરમાન ખાન પોક્સો કેસમાંં શુ જશે જેલ ?

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

Konark Sun Temple- સૂર્ય મંદિર, કોણાર્ક ઓડિશા

આગળનો લેખ
Show comments