Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાત કોરોના અપડેટ: બે દિવસ બાદ આજે કોરોનાના કારણે સુરતમાં એક દર્દીનું મોત, નોંધાયા 56 નવા કેસ

Updated: શુક્રવાર, 9 જુલાઈ 2021 (21:50 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 56 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 196 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,12,718 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.61 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1356 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 8 લોકો વેન્ટિલેટર પર છે. 1348 લોકો સ્ટેબલ છે. 8,12,718 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. 10,073 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

આગળનો લેખ
Show comments