Daily Horoscope
✕

Gujarat Rain Alert - આગામી 4થી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Updated: સોમવાર, 17 ઑગસ્ટ 2026 (10:14 IST)
gujarat rain alert
સાયક્લોનિક સર્ક્યુલેશન અને એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ALSO READ: અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, "સ્વતંત્રતા દિવસે વંદે માતરમનું અપમાન થયું હતું; તેમણે જનતા પાસે માફી માંગવી જોઈએ."
 
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આજના દિવસ માટે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
 
સંઘપ્રદેશ માટે ભારે વરસાદનું યલો એલર્ટ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બદલાતા હવામાન પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ મુજબ જરૂરી પગલાં લેવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.
 
રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પવનના ઝાપટાં સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પવન અને વરસાદની આ સ્થિતિને કારણે દૈનિક જનજીવન પર અસર પડી શકે છે, તેથી ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને સાવધ રહેવાની સલાહ અપાઈ છે.
ALSO READ: કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું
દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સૂચના ભારે પવન અને વરસાદી સિસ્ટમને લીધે આજે અને આવતીકાલે દરિયો તોફાની રહેવાનું અનુમાન છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા અને સૂરક્ષિત સ્થળે રહેવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની અપડેટ્સ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

આગળનો લેખ
Show comments