Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા

Updated: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (18:13 IST)
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજ્ય સરકારે સિંહોના મૃત્યુ અંગેના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં છેલ્લા 25 મહિનામાં કુલ 314 સિંહોના મોત નિપજ્યા છે. આ આંકડા સામે આવ્યા બાદ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
 
સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા 911 નોંધાઈ છે. આ કુલ વસ્તીમાં 255 નર સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષ અને એક મહિનાના ગાળામાં જે 314 સિંહોના મોત થયા છે, તેમાં 75 સિંહ, 91 સિંહણ અને સૌથી વધુ 148 સિંહબાળોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
મોતના કારણો અંગે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, કુલ 314 મૃત્યુમાંથી 251 સિંહોના મોત કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા હોવાનું સામે આવ્યું છે. અકુદરતી રીતે મૃત્યુ પામેલા વનરાજોમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે, જે વન વિભાગ માટે તપાસનો વિષય છે.
 
વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહોના સંરક્ષણ અને તેમના આરોગ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સિંહોના વસવાટના વિસ્તારોમાં સુરક્ષા વધારવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સરકાર દ્વારા વિવિધ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. દરેક મૃત્યુના કારણોની વિગતવાર તપાસ કરવામાં આવે છે જેથી અકુદરતી મોતના પ્રમાણને ઘટાડી શકાય અને એશિયાટિક સિંહોનું જતન યોગ્ય રીતે થઈ શકે.
 
રશ્મિકા મંદાનાએ પણ કેટલીક તસવીરો શેર કરી, જેમાંથી કેટલીક તેના 'પતિ' દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોથી અલગ છે. તેણીએ લખ્યું, "હેલો મારા પ્રિય મિત્રો, 'મારા પતિ' ને મળો! શ્રી વિજય દેવેરાકોંડા. તે માણસ જેણે મને સાચા પ્રેમનો અર્થ શીખવ્યો, તે માણસ જેણે મને શાંતિનો અનુભવ કરાવ્યો. તે માણસ જેણે મને દરરોજ કહ્યું કે મોટા સ્વપ્ન જોવામાં કોઈ વાંધો નથી અને હંમેશા મને યાદ અપાવ્યું કે હું મારી કલ્પના કરતાં વધુ પ્રાપ્ત કરી શકું છું. તે માણસ જેણે મને ક્યારેય પરવા કર્યા વિના નાચતા અટકાવ્યો નહીં, તે માણસ જેણે મને બતાવ્યું કે મિત્રો સાથે મુસાફરી કરવી કેટલી મહાન છે. હું આ માણસ પર શાબ્દિક રીતે એક પુસ્તક લખી શકું છું."' 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments