Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંજુરી સાથે વતન જઈ રહેલા પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

શનિવાર, 2 મે 2020 (13:17 IST)
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયોને વતન જવાની મંજૂરી આપ્યા બાદ લોકો પાસ લઇને વતન તરફ જઇ રહ્યા છે. જોકે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા ઉપર યુપી, બિહાર અને રાજસ્થાન તરફ જઇ રહેલા લોકોને રોકતા પરપ્રાંતિય લોકોએ વાહનો ઉપર પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો હતો. જોકે વધુ પોલીસ બોલાવીને પોલીસે ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો.

સુરત અને ભરૂચ તરફથી યુપી, બિહાર અને રાજસ્થાનના લોકો શુક્રવારે રાત્રે 1 વાગ્યે કરજણ ટોલનાકા ઉપર પહોંચ્યા હતા. આ લોકો પાસે પાસ હોવા છતાં કરજણ ટોકનાકા ઉપર પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા હતા. જેથી આ લોકો રાત્રે બસો અને ટ્રકોમાં જ બેસી રહ્યા હતા અને સવારે પરપ્રાંતિય લોકોએ વતન જવાની માંગ સાથે ટ્રાફિકજામ કર્યો હતો અને વાહનો ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. પરપ્રાંતિય લોકોનો ગુસ્સો જોતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે પરપ્રાંતિય લોકોને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.પરપ્રાંતિય લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારની મંજૂરી બાદ અમે પાસ કઢાવીને અમારા વતન તરફ જવા માટે નીકળ્યા છીએ. અમારી પાસે પાસ હોવા છતાં અમને રોકવામાં આવ્યા છે. અમને વતન જવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments