Festival Posters
✕

PM મોદીની અપીલ બાદ વડોદરાની MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય: કેમ્પસમાં દર સોમવારે ઉજવાશે ‘નો વ્હીકલ ડે’

Updated: સોમવાર, 1 જૂન 2026 (16:54 IST)
No Vehicle Day in MS university
વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીએ પર્યાવરણની સુરક્ષા અને ઈંધણની બચત માટે એક પ્રશંસનીય પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરિત થઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કેમ્પસમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ (No Vehicle Day) ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલના વપરાશને નિયંત્રિત કરીને કેમ્પસને ગ્રીન અને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.
 ALSO READ: RCB vs GT: આ 5 કારણોને લીધે ગુજરાત ટાઈટંસનો આઈપીએલ 2026ની ફાઈનલમાં RCB સામે થયો પરાજ્ય

પ્રથમ દિવસે જ સત્તાધીશોએ જાતે ઉદાહરણ પૂરું પાડ્યું

આ નિર્ણયના પ્રથમ સોમવારે જ કેમ્પસમાં તેનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો હતો અને વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સવાર થઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા અને પોતાના સેક્રેટરી સાથે ટુ-વ્હીલર પૂલિંગ કરીને એક આદર્શ ઉદાહરણ સેટ કર્યું હતું. બીજી તરફ, રજિસ્ટ્રાર કૃષ્ણરાજસિંહ ચુડાસમા પણ પર્યાવરણના સમર્થનમાં વાહનને બદલે પગપાળા ચાલીને યુનિવર્સિટી આવ્યા હતા.
 

વિદ્યાર્થીઓ અને સ્ટાફને વૈકલ્પિક સાધનો વાપરવા અનુરોધ

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તમામ અધ્યાપકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સોમવારના દિવસે પોતાના અંગત વાહનો ઘરે મૂકીને આવવા અપીલ કરવામાં આવી છે. વાહનોના બદલે સાયકલ, જાહેર પરિવહન (બસ-ઓટો), કારપૂલિંગ અથવા પગપાળા મુસાફરીને પ્રાધાન્ય આપવા જણાવાયું છે. આ ઝુંબેશનો અમલ દરેક સ્તરે વ્યાપક બને તે માટે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીનને પણ કડક સૂચનાઓ પાઠવી દેવામાં આવી છે.
ALSO READ: 72 લાખના પેકેજને વ્યક્તિએ મારી લાત! કારણ જાણીને કહેશો – આ વ્યક્તિમાં ખરેખર દમ છે

 લાખો રૂપિયાના ઈંધણની બચત અને પર્યાવરણ જાગૃતિ

એમ.એસ. યુનિવર્સિટીમાં હાલ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હજારોની સંખ્યામાં સ્ટાફ કાર્યરત છે. સત્તાધીશોના મતે, જો તમામ લોકો આ સોમવારની મહીલામાં સક્રિય ભાગ લે, તો દર અઠવાડિયે લાખો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચાવી શકાશે અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. વાઇસ ચાન્સેલરે ઉમેર્યું કે, આ પહેલ માત્ર ઇંધણ બચાવવા પૂરતી નથી, પરંતુ યુવા પેઢીમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો એક મોટો પ્રયાસ છે.
 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments