સંબંધિત સમાચાર
- 50 થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મોકલનાર બદમાશને અમદાવાદ પોલીસે પશ્ચિમ બંગાળથી પકડ્યો
- રાજકોટ ચાંદી લૂંટ કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આરોપી 40 કિલો ચાંદી સાથે ઝડપાયો
- IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ
- કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો
- અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તાબડતોબ કાર્યવાહી, અનેક ગુનાઓનો પર્દાફાશ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ કાર્યવાહીઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના "Mission Cyber Rakshika" અંતર્ગત મહિલાઓની પ્રાઈવસી સાથે ચેડાં કરનાર આરોપી સુમિત શર્માને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હાથ બનાવટના એક તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, વાહન ચોરીના ગુનાઓ સામે કાર્યવાહી કરતા રીક્ષા ચોરીના રીઢા ગુનેગારને રૂ. 1 લાખની કિંમતની ઓટોરિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જેના આધારે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ALSO READ: સાકેત બિલ્ડિંગ ધરાશાયી થવાથી બે મેડિકલ વિદ્યાર્થીઓના મોત, અનેક લોકો ફસાયા; બચાવ કામગીરી ચાલુ
સાયબર ગુનાઓ સામેની વધુ એક મોટી કાર્યવાહીમાં "Mission Cyber Rakshika" હેઠળ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી લોકોને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ટોળકીની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ શરૂ કરી વધુ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.
ALSO READ: બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ
અમદાવાદ પોલીસની આ સતત કાર્યવાહીઓથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.
