Dharma Sangrah
✕

PM Modi Gujarat Visit: ભીલડીમાં રોડ-શો બાદ વડાપ્રધાને ગાયોને ઘાસ ખવડાવ્યું, કેવડિયામાં 'એકતા પ્રકાશ પર્વ'માં આપશે હાજરી

Updated: શુક્રવાર, 30 ઑક્ટોબર 2026 (13:03 IST)
PM Modi Visit BBBRC
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બનાસકાંઠાના ભીલડી ખાતે ભવ્ય રોડ-શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. રોડ-શો બાદ વડાપ્રધાન BBBRC સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાયોને વ્હાલ કરી ઘાસ ખવડાવ્યું હતું તથા વાછરડાઓને પ્રેમાળ ભાવે દૂધ પીવડાવ્યું હતું. આ સાથે તેમણે BBBRC સેન્ટરમાં અધ્યતન ET-IVF લેબનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
 
પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, બનાસકાંઠા અને કેવડિયા (એકતાનગર) ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ભીલડી ખાતે આયોજિત રાષ્ટ્રીય 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' દરમિયાન તેઓ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની સાથે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ ભીલડીમાં જનસભાને પણ સંબોધિત કરશે.
ALSO READ: પાકિસ્તાનમાં એબુલેંસમાં ઓક્સીજન સિલેંડર ફાટવાથી 10 ના મોત, પ્રેગનેટ મહિલાને ડિલીવરી પછી લઈ જઈ રહી હતી હોસ્પિટલ
પ્રવાસના પ્રથમ દિવસે 30 ઓક્ટોબરે સવારે ડીસા એરપોર્ટ આગમન બાદ BBBRC સેન્ટરની મુલાકાત લઈ તેઓ ગાંધીનગર રાજભવન પહોંચશે, જ્યાં રાજકીય અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો યોજાશે. ત્યારબાદ સાંજે કેવડિયા પહોંચી તેઓ ભારત પર્વ પેવેલિયન, રેન ફોરેસ્ટ તથા વમન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. રાત્રિના સમયે તેઓ કલ્ચર ગ્રાઉન્ડ પર 'આનંદ મઠ' નાટક, એકતા પ્રકાશ પર્વ અને નર્મદા ઘાટ ખાતે વિશ્વપ્રસિદ્ધ નર્મદા આરતીમાં સહભાગી થશે.
ALSO READ: ફ્રી મા કેવી રીતે જોશો ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની ચોથી ટી20 મેચ, કંઈ ચેનલ પર થશે લાઈવ ટેલીકાસ્ટ
 
બીજા દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે તેઓ કેવડિયાના નવા વિકાસકામોનું લોકાર્પણ કરશે અને ભવ્ય એકતા દિવસની રાષ્ટ્રીય ઉજવણી તથા પરેડમાં વિશેષ ઉપસ્થિતિ આપશે. તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.

વધુ જુઓ..

શુ લીંબુ પાણી પીવાથી ખરેખર ઝડપથી વજન ઘટે છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

કરવા ચોથના વ્રતનો ઉપવાસ છોડતી વખતે અથવા પૂજામાં નૈવેદ્ય ધરાવવા માટે સ્વાદિષ્ટ શીરો અને ફૂલેલી, નરમ પૂરીનો પરંપરાગત ખૂબ જ લોકપ્રિય છે

દિવાળી સ્પેશિયલ પરંપરાગત રેસીપી

કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

વધુ જુઓ..

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments