1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Modi ka baap bhi jayega

ખડગેની પીએમ મોદી સામેની ટિપ્પણી પર ગુજરાતના રાજકારણમાં ગરમાવો: ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કોંગ્રેસ પર તીખા પ્રહારો

Mallikarjun Kharge on pm modi
Mallikarjun Kharge Patna speech
 
Mallikarjun kharge Remark Row: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી પટનાથી દિલ્હી અને ગુજરાત સુધી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. મુખ્યમંત્રીએ લખ્યું છે કે કોંગ્રેસ જ્યારે વિકાસના મોરચે વડા પ્રધાન સાથે સ્પર્ધા કરી શકતી નથી ત્યારે તે આવું કરે છે.

 
પટણામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે કરાયેલી ટિપ્પણી સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવતા કહ્યું કે, દેશના લોકશાહી ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ રાજકારણના સૌથી નીચલા સ્તરને દર્શાવે છે.
 

"કોંગ્રેસ વિકાસ પર સામનો ન કરી શકતા વ્યક્તિગત હુમલાઓ કરે છે"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, જ્યારે કોંગ્રેસ પાર્ટી નીતિ કે વિકાસના મુદ્દાઓ પર પીએમ મોદીનો સામનો કરી શકતી નથી, ત્યારે તે વ્યક્તિગત હુમલાઓ અને અપશબ્દો પર ઉતરી આવે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પીએમ મોદીના પૂજ્ય પિતા વિશે કરવામાં આવેલી આ ટિપ્પણી કોંગ્રેસની ઘટતી રાજકીય સંસ્કૃતિ અને પોકળ માનસિકતાનો પુરાવો છે.
 

રાહુલ ગાંધીના નેતૃત્વ અને પટણાના કાર્યક્રમમાં થયેલા હોબાળા પર નિશાન

હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજકારણ જાહેર હિતના મુદ્દાઓથી ભટકીને માત્ર વ્યક્તિગત અપમાન સુધી સીમિત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ ઓક્ટોબરે પટણાના બાપુ ઓડિટોરિયમમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિના કાર્યક્રમમાં ખડગેના ભાષણ દરમિયાન એક વ્યક્તિએ "મોદી નહીં જાય" એવું કહેતા ખડગે ઉશ્કેરાયા હતા. ત્યારબાદ સભામાં હાજર કોંગ્રેસ કાર્યકરોએ તે વ્યક્તિને માર મારતાં ભારે હોબાળો મચ્યો હતો.

 ભૂતકાળના અનુભવો અને આગામી વિધાનસભા ચૂંટણી પર અસર

ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સખત ટીકા કરી છે. ભૂતકાળમાં પણ પીએમ મોદી અને તેમનાં સ્વ. માતૃશ્રી હીરાબેન વિશે કરાયેલી ટિપ્પણીઓને કારણે કોંગ્રેસે રાજકીય રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. હવે આગામી વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પીએમ મોદી પરના આ વ્યક્તિગત હુમલાઓથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન, તે તો આવનારો સમય જ બતાવશે.
 
આગળનો લેખ
Vivo એ 10,000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો