Biodata Maker
✕

‘રઈસ’ની અંધાધૂંધીઃ રેલવે ડીઆરએમના તપાસના આદેશ

Updated: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (14:28 IST)
ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા શાહરુખ ખાનને જોવા હજારો ચાહકોની ભીડ ઊમટી હતી, જેમાં ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે જીઆરપીના બે જવાનને પણ ઇજા થઇ હતી. આ ઘટના અંગે બરોડા ડિવિઝનના ડીએરએમએ તપાસના આદેશ આપ્યા છે. રેલવે ડીઆરએમ અમિતકુમાર સિંઘે જણાવ્યું હતું કે શાહરુખ ખાનના કોચ આગળ ભીડ જમા થઇ ગઇ હતી. ટ્રેન ઉપડી તે સમયે પ્રશંસકો ટ્રેનની પાછળ દોડ્યા હતા, જેને જીઆરપી અને આરપીએફના જવાનોએ રોક્યા હતા. આ ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિ બેભાન થઇ ગઇ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. હાર્ટએટેક દ્વારા તેનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જીઆરપીના બે જવાનો પણ બે‍ભાન થઇ ગયા હતા. ઘટના અંગે આરપીએફ અને જીઆરપી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. બરોડા રેલવે પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરુખ ખાનનો કોચ પ્લેટફોર્મ પર સીડીના પગથિયાં પાસે જ હતો, જેના કારણે ભીડ વધુ જમા થઇ અને ધક્કામુક્કી થઇ હતી. રેલવેએ ૧૩ આરપીએફ અને એક એસઆરપીનો જ બંદોબસ્ત માગ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા હોવાની જાણકારી પોલીસને ન હતી.ડીઆરએમએ વધુમાં જણાવ્યું હતું કે બે કલાક અગાઉ પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરી દેવાયું હતું છતાં પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઊમટી હતી. ટ્રેનની પાછળ લોકો દોડ્યા બાદ આ ઘટના બની હતી. હાલમાં આ અંગે તપાસના આદેશો આપી દેવાયા છે.

વધુ જુઓ..

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments