Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ જળાશયોમાં 1,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ, ૪૨ જળાશયો ૧૦૦ ટકા ભરાયા

Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (11:00 IST)
રાજ્યમાં થયેલા વ્યાપક અને સાર્વત્રિક વરસાદને પરિણામે ૨૦૪ જળાશયોમાં ૬૮ ટકા એટલે કે ૩,૮૦,૦૮૯ એમસીએફટી જળસંગ્રહ થયો છે. તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ના સવારે આઠ વાગ્યે રાજ્યના જળાશયોની જળાશયોની સ્થિતિની વિગતો આપતા જળસંપત્તિ સચિવ શ્રી જાદવે કહ્યું કે, ગયા વર્ષે ૧૨ ઓગસ્ટે રાજ્યના જળાશયોમાં ૩૬.૪૬ ટકા પાણી હતું. ૩૧ મે-૨૦૧૯એ પણ આ જળાશયોમાં ૧૬.૯૬ ટકા પાણી હતું પરંતુ ત્યારબાદ થયેલા સાર્વત્રિક વરસાદને પરિણામે ૧૨ ઓગસ્ટ સુધીમાં ૬૮ટકા પાણી જળાશયોમાં સંગ્રહિત થયું છે.
રાજ્યમાં ૨૪ જળાશયમાં એક હજાર ક્યુસેકથી પણ વધુ પાણીની આવક ૧૨ ઓગસ્ટ સવારે રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૪૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, પૂર્ણ ભરાઈ ગયા છે. ૭૦ ટકા થી ૧૦૦ ટકા ભરાઈ ગયેલા ૨૬ તેમજ ૫૦ થી ૭૦ ટકા ભરાયેલા ૩૧ જળાશયો છે.
તેમણે રાજ્યમાં વિસ્તાર પ્રમાણે જળાશયોના પાણીની સ્થિતિની વિગતો આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૩૨૭૭૩૦ એમસીએફટી (૧૯.૫૬ ટકા), મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૭૨૯૭૫૯૮ એમસીએફટી (૮૮.૦૩ ટકા), દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨,૪૨,૬૮૫.૦૯ એમસીએફટી (૭૯.૬૮ ટકા) તથા કચ્છના ૨૦ જળાશયોમાં ૬,૭૧૯.૩૯ એમસીએફટી (૫૭.૨૬ ટકા) અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયમાં ૪૪,૪૩૧.૯૨  એમસીએફટી (૪૯.૫૮ ટકા) જળસંગ્રહ થયો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments