Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ

મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (15:01 IST)
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧ ઈંચથી ૧૧ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ ૨૭૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ જયારે સુરતના માંડવી તાલુકામાં ૨૫૨ મી.મી. એટલે કે ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વ્યારામાં ૧૮૫ મી.મી., તલાલામાં ૧૮૦ મી.મી., વાલોડમાં ૧૭૮ મી.મી., વાંસદામાં ૧૫૭ મી.મી. અને સુરતના મહુવામાં ૧૫૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
 
તદુપરાંત વઘઈમાં ૧૪૧ મી.મી., બારડોલી ૧૩૭ મી.મી., સોનગઢ-ગણદેવીમાં ૧૩૧ મી.મી., કડીમાં ૧૨૮ મી.મી., દહેગામ-તારાપુરમાં ૧૨૦ મી.મી., સોજિત્રામાં ૧૧૮ મી.મી.,ડાંગ-અહાવમાં૧૧૬મી.મી.,અંકલેશ્વર-ઉમરપાડામાં ૧૧૪ મી.મી., નખત્રાણામાં ૧૧૨ મી.મી., જોડિયા-ધરમપુરમાં ૧૧૦ મી.મી., પેટલાદમાં ૧૦૭ મી.મી. અને ખંભાત-ચીખલીમાં ૧૦૫ મી.મી. મળી કુલ ૧૭ તાલુકાઓમાં ચાર ઈંચથી છ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે ચોર્યાશી, પલસાણા, અંજાર, ભાવનગર, માંડવી(કચ્છ), વાલીયા, ખેરગામ, અમીરગઢ, કલ્યાણપુર, નેત્રંગ, નવસારી, કલોલ, ટંકારા, તલોદ, અમદાવાદ શહેર, વિસાવદર, ભૂજ, ધનસુરા, સુબિર, કામરેજ, લીંબડી, માંગરોળ(સુરત), દસક્રોઈ, માતર, સંખેડા, માણસા, હાંસોટ, ડેડિયાપાડા, માંગરોળ(જૂનાગઢ), ગાંધીનગર અને ધાનપુર મળી કુલ ૩૧ તાલુકાઓમાં બે ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 
 
આમ રાજ્યના કુલ ૫૫ તાલુકાઓમાં બે ઈંચથી ૧૧ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે ૪૯ તાલુકાઓમાં એક થી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ૧૨૯ તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે. 
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૫.૮ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૪.૬૬ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૪.૭૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૩૬ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. કચ્છ જિલ્લામાં બે તથા દેવભૂમિ દ્વારકા મળી કુલ ત્રણ રૂટ ગુજરાત એસ.ટી. દ્વારા બંધ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

આગળનો લેખ
Show comments