Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

Updated: શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (17:50 IST)
રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને TP રોડ પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે.
 

2700 થી વધુનો સ્ટાફ તૈનાત: લોખંડી બંદોબસ્ત

 
આ મેગા ઓપરેશનને પાર પાડવા માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1,500 થી વધુ પોલીસ જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 1,200 થી વધુ કર્મચારીઓ ફિલ્ડ પર રહેશે. સમગ્ર વિસ્તારને 7 અલગ-અલગ રૂટમાં વહેંચી દેવામાં આવ્યો છે.  શેઠ હાઈસ્કૂલને કામચલાઉ હેડક્વાર્ટરમાં ફેરવી દેવામાં આવી છે.
 

 ઓપરેશનની વિગતો
 

- કુલ મિલકતો: 1,492 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.
- મુખ્ય ટાર્ગેટ: આજી નદીનો કાંઠો અને TP સ્કીમ નંબર-6 હેઠળનો 15 મીટરનો રોડ.
- સમયગાળો: 23 ફેબ્રુઆરી, સોમવાર સવારથી કામગીરીનો પ્રારંભ થશે.
 

તંત્રની અંતિમ ચેતવણી

શનિવારે તંત્ર દ્વારા વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અધિકારીઓની ટીમોએ ઘરે-ઘરે જઈને લોકોને સામાન ખાલી કરી દેવા સૂચના આપી છે. જો રહેવાસીઓ સ્વેચ્છાએ દબાણ ખાલી નહીં કરે, તો મનપા દ્વારા બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવશે અને તે દરમિયાન થનારા નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં.
 
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, આજી નદીના પુનઃજીવન અને શહેરના માર્ગ વ્યવસ્થામાં સુધારો કરવા માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય છે. આ કામગીરી શહેરના સુઆયોજિત વિકાસ માટે એક મોટું પગલું માનવામાં આવે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments