Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નવા ઘરના ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Updated: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (13:04 IST)
અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નવા બની રહેલા મકાનના ભોંયરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિરમગામ ટાઉન પોલીસે હાથી તલાવડી પાસે બની રહેલા મકાનના ભોંયરામાંથી 1.28 લાખની વિદેશી દારુની નાની 804 બોટલો કબજે કરી હતી. પોલીસે સાગરીતની ધરપકડ કરી લીધી છે પણ મહિલા કોર્પોરેટરના પતિ ફરાર થઈ ગયાં છે. વિરમગામ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. હાથી તલાવડી પાસેના ઘરના ભોંયરાની અંદર એક રૂમમાં તાળું તોડીને જોતાં વિદેશી દારુની બોટલો મળી આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપી મિહિર અને તેના ભાઈ સામે અગાઉ પણ દારુના કેસો થયેલા છે. પોલીસને બાતમી મળી હતી કે મિહીર દિનેશભાઇ સીતાપરાએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને ખાનગી રીતે છુટકમાં શૈલેષભાઇ ચોથાજી ઠાકોર પાસે વેચાણ કરાવે છે. બાતમીના આધારે રેડ કરતા મિહીર દિનેશભાઇ સીતાપરાના નવા બનતાં મકાનમાં આવેલા ભોંયરામાં એક રૂમને તાળું હતું જે તોડી અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલબંધ કાચની નાની-મોટી બોટલો જેની કુલ કિમત.રૂ 1.28 લાખની મળી આવી હતી. મકાનમાં દરોડા દરમિયાન શૈલેષભાઇ ચોથાજી ઠાકોર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસે શૈલેષની ધરપકડ કરી તથા આરોપી મિહીર દિનેશભાઇ સીતાપરાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે મહિલાઓ

ગુજરાતી જોક્સ - આ મારું જીવન છે

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

GIVA એ પરત લીધી કૃતિ સેનનની રાખડીવાળી વિવાદિત એડ, ટ્રોલિંગ પછી કંપનીનુ આખુ નિવેદન આવ્યુ સામે

ગુજરાતી જોક્સ- મારી રક્ષા

આગળનો લેખ
Show comments