Dharma Sangrah
✕

આઝાદી અધૂરી છે....

Updated: શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (14:12 IST)
આઝાદી હજુ અધૂરી છે
સપના પૂરા થવા બાકી છે
રાંચીની શપથ પણ ક્યા પૂરી થઈ છે

જેમની લાશો પર પગ ઘરીને
આઝાદી ભારતમાં આવી
તેઓ છે આજ સુધી રઝળતા
દુ:ખના કાળા વાદળો છવાયા

કલકત્તાના ફૂટપાથો પર
જેઓ આંધી-વરસાદ સહન કરે છે
તેમને પૂછો 26 જાન્યુઆરી વિશે
તેઓ શુ કહે છે

ભારતીયના નાતે તેમનુ દુ:ખ
તમે સાંભળતા તો તમને શરમ આવતી
સીમાની બીજી બાજુ જુઓ
જ્યા સભ્યતાને કચડવામાં આવતી

માણસ જ્યાં વેચાય છે
ઈમાન ખરીદવામાં આવે છે
ઈસ્લામ કણસી રહ્યો છે
ડોલર મનમાં હસે છે

ભૂખ્યા અને ઉધાડાઓને
હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના
નારા લગાવવામાં આવે છે

લાહોર, કરાચી, ઢાકા પર
માતમની કાળી છાયા
ભારતના મુખ્ય શહેરોમા
ભય અને ડરની છે છાયા

તેથી જ તો કહુ છુ
આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવુ
થોડા દિવસની મજબૂરી છે

એ દિવસ દૂર નથી જ્યારે
પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી
આઝાદીનો ઉત્સવ ઉજવીશુ.

એ સુવર્ણ દિવસ માટે આજથી
કમર કસો બલિદાન આપો
જે મળ્યુ તેમા ખોવાઈ ન જશો
જે ગુમાવ્યુ તેનુ ધ્યાન કરો.

મૂળ કવિતા : અટલ બિહારી વાજપેયી
ભાવાનુવાદ : કલ્યાણી સમીર દેશમુખ

વધુ જુઓ..

ઘરે મૂકવાના બહાને ઓટોમાં લઈ જઈ ફ્લેટમાં મૂક-બધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પછી ઘર પાસે છોડીને ફરાર થયા આરોપીઓ

કૌટુંબિક ઝઘડાને કારણે, ભત્રીજીઓએ તેમની ફઈનો જીવ લીધો... તેણીને પીડાદાયક મૃત્યુ આપ્યું.

૧૨ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર ₹૯ બિલિયન થી વધુ ખર્ચ થયો છે, જેમાં ૨૦૨૫ સૌથી મોંઘુ રહ્યું છે. જાણો તેમણે કયા દેશોની સૌથી વધુ મુલાકાત લીધી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાંથી લીધો સંન્યાસ, CSK ના બન્યા મેંટર

વડનગર મ્યુઝિયમે રેડ ડોટ 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' એવોર્ડ જીત્યો, જાણો શા માટે તે ખાસ છે

વધુ જુઓ..

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

Show comments