Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂનમ કવિતા - શરદ પૂનમની રઢિયાળી સદા

બુધવાર, 9 ઑક્ટોબર 2019 (14:38 IST)
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !
 
વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !
 
ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !
 
તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !
 
રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !
 
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !
 
હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !
 
– કવિ કાન્ત

વધુ જુઓ..

નાસ્તામાં બનાવો ટેસ્ટી મખાના ચાટ, દહીં સાથે મિનિટોમાં તૈયાર થશે, તરત નોંધી લો સરળ રેસીપી

જાંબુને કહેવામાં આવે છે અમૃત ફળ, જાણો તેના ફાયદા અને કઈ બિમારીઓમાં જરૂર કરવું જોઈએ આનું સેવન ?

ચાટનો સ્વાદ બમણો કરશે આ લીલી અને ખજૂર-આમલીની ચટણી, ઝટપટ નોંધી લો રેસીપી

કાઠિયાવાડી લસણની ચટણી

ઈબોલા વાયરસ શુ છે ? જાણો તેના લક્ષણો અને બચાવ તેમજ ઉપચાર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

આગળનો લેખ
Show comments