Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જલિકટ્ટૂ શુ છે - જાણો આખલાઓ સાથે યુવાનોની વિચિત્ર રમત વિશે

જલિકટ્ટૂ - બહાદુરીની પરંપરા કે અમાનવીય રમત છે !

Written By આઇનાથમ
Updated: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (11:34 IST)
 
તમિલવાસીઓને માટે જલિકટ્ટૂ એક પારંપરિક રમત છે જે ખૂબ પ્રાચીન સમયથી અહીં લોકપ્રિય છે. તમિલ સાહિત્યના મુજબ સ્ત્રીઓ તે જ પુરૂષો સાથે લગ્ન કરતી હતી જે આખલા પર કાબૂ મેળવે છે. તે સમયે આખલાને પોતાના કાબૂમાં કરવાની રમત જીવન-મરણની રમત હતી. આ રમતના પુરાવા મોહનજોદડો અને હડપ્પાની ખોદણીમાંથી પણ મળ્યા હતા.

છેલ્લા 400 વર્ષોથી આ રમત આજે પણ ચાલી રહી છે, બસ ફર્ક એટલો જ છે કે વર્તમાનમા આ રમતમાં આખલાઓને પહેલાથી જ આ રમતને માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેમના શિંગડાઓને તીક્ષ્ણ બનાવવામાં આવે છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે.

અહીંના લોકોનુ માનવુ છે કે જે વ્યક્તિ પોતાનાથી દસ ગણા બહાદુર આખલાને પોતાના વશમાં કરી લેશે, તે જ સાચો સાહસી પુરૂષ હશે. પણ પશુ કલ્યાણ બોર્ડે આ રમતને હિંસક અને અમાનવીય જાહેર કરતા, આના પર પ્રતિબંધ લગાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. હાઇ કોર્ટે આ પરંપરા પર પ્રતિબંધ લગાવવા માટે આદેશ પણ આપ્યો હતો. પરંતુ લોકોનો વિશ્વાસ અને તમિલનાડુ સરકાર દ્વારા ગેરેંટીપૂર્વક આ રમતને સુરક્ષિત રીતે પુરી કરવાની બાહેધરીની અરજી પર વિચાર કરીને, કોર્ટે પુન: આ રમતને સુરક્ષિત રીતે પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.
 


ત્યારબાદ કડક સુરક્ષા-બંધોબસ્તની સાથે આ રમત 16 અને 17 જાન્યુઆરી,એ જિલ્લા સરકારના સંરક્ષણમાં પલમેણૂ અને આલંગનલ્લૂરમાં પૂરી કરવામાં આવી, જ્યા હજારોની સંખ્યામાં વિદેશી પર્યટકો પણ પહોંચ્યા હતા. હવે તમારે પોતે જ નક્કી કરવાનુ છે કે આ રમત બહાદુરીની છે કે બર્બરતાની(અમાનવીય)...... આ રમતને જોવા માટે અમારો ખાસ વીડિઓ જુઓ. આ બાબતે તમે શું વિચારો છો, તે અમને તમારા મંતવ્યો દ્વારા જરૂરને જરૂર જણાવો...

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments