Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે જ બનાવો કાજુ કતરી

મંગળવાર, 31 મે 2016 (16:43 IST)
કાજૂ કતરી બનાવવા માટે સામગ્રી - 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી. ચાંદીની વરખ જરૂર હોય તો. પાણી એક કપ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને વાટીને તેનો પાવડર બનાવી લો.  એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો.   પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો. 
 
હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે લો. ટ્રે ના તળિયે ઘી લગાવીને ફેલાવી દો.  પછી તેમા 1/4 ઈંચમાં કાજૂકતરીનુ તૈયાર પેસ્ટ ટ્રેમાં નાખો. વેલણની મદદથી તેને ચિકણુ કરો. લગભગ 20 મિનિટ પછી પેસ્ટ ઠરી જશે. ત્યારે મનપસંદ આકારમાં તેને કાપો. સજાવવા માટે ચાંદીની વર્કની મદદ લો. 
 
કાજૂ કતરીની ખાસ વાત એ છે કે આ માવાની બરફી કરતા વધુ દિવસ સુધી ચાલે છે.  આ 3થી 4 અઠવાડિયા સુધી ખરાબ થતી નથી.  તેને ક્યાય પણ લાવવી કે લઈ જવી સરળ  હોય છે. સૂકી અને સ્વાદિષ્ટ હોવાને કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. 

વધુ જુઓ..

ચૂંટણી ચિન્હ મે આપ્યુ, નોમિનેશન કરાવ્યુ, બે મહિનામાં જ તમે ગદ્દાર કેવી રીતે બની ગયા,બાગીઓ પર ફુટ્યો મમતાનો ગુસ્સો

પીએમ મોદીના હસ્તે શુભારંભ: જાણો સાણંદમાં શરૂ થયેલો CG સેમિકન્ડક્ટર પ્લાન્ટ શું છે અને તે ભારતને કેવી રીતે બનાવશે આત્મનિર્ભર

ગુજરાતમાં મેઘતાંડવ: જૂનાગઢ જળબંબાકાર, દ્વારકા-સોમનાથ હાઈવે બંધ અને તાપીનો કોઝ-વે ઓવરફ્લો

પચપદરાનુ પાવરહાઉસ - PM મોદીએ કર્યુ ઉદ્દઘાટન, એટલુ પેટ્રોલ-ડીઝલ બનાવશે રિફાઈનરી, રોજ લાખો ટ્રક કારની ટાંકી થઈ જશે ફુલ

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદના કથિત 8 આતંકીઓ ઝડપાયા

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments