Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

Updated: શુક્રવાર, 17 એપ્રિલ 2026 (12:16 IST)
Chanakya Niti tips
Chanakya Niti: આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી લોકોમાંના એક તરીકે જાણીતા છે. તેઓ માત્ર એક મહાન શિક્ષક જ નહોતા, પરંતુ માનવ સ્વભાવની ઊંડી સમજ પણ ધરાવતા હતા. આચાર્ય ચાણક્યએ હજારો વર્ષ પહેલાં જે સિદ્ધાંતો રજૂ કર્યા હતા તે આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતોમાં, તેમણે કેટલાક સંકેતો પણ દર્શાવ્યા હતા જે જો કોઈ વ્યક્તિમાં જોવા મળે તો તમને સાવધ કરી શકે છે. આ સંકેતો સૂચવે છે કે તે વ્યક્તિ તમને છેતરી રહી છે અથવા ભવિષ્યમાં તમને છેતરશે. એકવાર તમે આ સંકેતોને ઓળખી લો, પછી તમે જીવનમાં પછીના સંભવિત જોખમોથી સરળતાથી પોતાને બચાવી શકો છો.
 

વારેઘડીએ વાતો બદલવી 
 

આચાર્ય ચાણક્ય મુજબ જો કોઈપણ વ્યક્તિ પોતાની વાતોને પોતાની સામે વારેઘડીએ બદલી રહ્યો છે કે પછી તમને વારેઘડીએ એક જુદી સ્ટોરી બતાવી રહ્યો છે તો આ એક મોટો સંકેત છે કે સામેવાળો વ્યક્તિ બિલકુલ પણ સાચો અને વિશ્વાસપાત્ર નથી. આ પ્રકારના લોકો તમને દગો આપી શકે છે. કારણ કે તેઓ મોટેભાગે હકીકત ને છુપાવવા માટે ખોટુ બોલે છે. તેથી જો તમને કોઈની વાતોમાં વારેઘડીએ ફેરફાર જોવા મળે તો તમારે માટે સતર્ક  થઈ જવુ સારુ રહેશે.   
 

જરૂર સમયે ગાયબ થઈ જવુ 

 
ચાણક્ય નીતિ મુજબ એક સાચા સંબંધની ઓળખ જરૂર કે પછી મુશ્કેલ સમયમાં જ થઈ શકે છે. જો કોઈપણ વ્યક્તિ ફક્ત સારા સમયમાં તમારી સાથે રહે છે પણ જેવો જ તમારા જીવનમાં પરેશાની આવે છે ત્યારે તે દૂર થઈ જાય છે તો આ એક મોટો સંકેત છે કે તેના ઈરાદા સ્પષ્ટ નથી. આ પ્રકારના લોકો ફક્ત પોતાના ફાયદા માટે તમારી સાથે છે અને જેવી જ તેમને તક મળશે આ લોકો તમને જરૂર દગો આપશે.  
 

તમારી પર્સનલ વાતો બીજાને બતાવવી 

 
જો કોઈપણ વ્યક્તિ તમારી પર્સનલ વાતોને બીજા સાથે શેયર કરી રહ્યો છે તો તેનાથી મોટો દગો તમારે માટે બીજો કોઈ નથી હોઈ શકતો. આચાર્ય ચાણક્ય કહે છે કે જે પણ વ્યક્તિ તમારી સીક્રેટ વાતોને પોતાના સુધી નથી રાખી શકતો  એ જીવનના કોઈપણ પડાવમાં તમને દગો આપી શકે છે. આ પ્રકારના લોકોથી દૂર રહેવુ જ તમારે માટે સારુ છે.   
 

જરૂર કરતા વધુ મીઠી વાતો કરવી 

 
જો કોઈપણ વ્યક્તિ તમારા દરેક સમયે વખાણ કરી રહ્યો છે કે પછી તમારી સાથે જરૂર કરતા વધુ મીઠો વ્યવ્હાર કરી રહ્યો છે તો આ સંકેત હોઈ શકે છે કે આગળ જઈને તે તમને દગો આપશે. ઘણા લોકો તમારી સામે તો ખૂબ સારા બને છે પણ પીઠ પાછળ તમને નુકશાનની પહોચાડી શકે છે. તમારે માટે આ ખૂબ જરૂરી થઈ જાય છે કે તમે બીજાની વાતો પર નહી તેમના વ્યવ્હાર અને ઈરાદા પર ધ્યાન આપવ શરૂ કરી દો. 
 

તમારી સફળતાથી બળવુ 

 
ચાણક્ય નીતિ અનુસાર, જો કોઈ તમારી સફળતાથી ખુશ થવાને બદલે ઈર્ષ્યા કે અસ્વસ્થતા અનુભવે છે, તો તે નકારાત્મક સંકેત છે. આવા લોકો તમારી સિદ્ધિઓને ઓછી આંકે છે અને તમને નીચા પાડવાનો પ્રયાસ પણ કરી શકે છે. આચાર્ય ચાણક્ય અનુસાર, તમારે આવા વ્યક્તિઓથી સાવધ રહેવું જોઈએ.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments