Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે શું ?

રવિવાર, 5 જાન્યુઆરી 2020 (11:57 IST)
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ સુભાષ પાલેકરના કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેતસામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. આ પધ્ધતિ એક કરતા વધારે પાકોના વાવેતર કે જેના ટૂંકા ગાળાના આંતર પાકોના વાવેતરથી જે ઉત્પાદન મળે તેમાથી ત્યાર પછીના બીજા વર્ષના મુખ્ય પાકનુ ખેતી ખર્ચ નિકળી શકે જે ગણતરીને આખી ખેતી પધ્ધતિ-ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે. આ પધ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છદન અને વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તંભો છે. 
 
(૧) જીવામૃત : જીવામૃત છોડનો ખોરાક નથી પરંતુ તે કોટી સુક્ષ્મ જીવોનો મહાસાગર છે. તે જમીનમાં જે ખાધ તત્વ છોડના મુળને ઉપલબ્ધ સ્થિતિમાં નથી તેને ઉપલબ્ધ સ્થિતિમાં કરાવે છે. જીવામૃત બનાવવા દેશી ગાયનું છાણ, મુત્ર, ગોળ, કઠોળનો લોટ, સજીવ માટી અને પાણીથી બને છે અને તે જમીનમાં નાખતાં જ અસંખ્ય સુક્ષ્મ જીવોને જીવંત કરીને કામે લગાડે છે. 
 
(૨) બીજામૃત: ગાયના છાણ અને મુત્ર દ્વારા બિયારણને પટ આપવાની પદ્ધતિ 
 
(૩) આચ્છાદન : આચ્છદન એટલ કે જમીન ઉપર કે ઘાસ/વનસ્પતિનું આવરણ કરવાને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદનથી જમીનનું તાપમાન વધતું નથી અને ભેજ જમીનમાં સંગ્રહ થાય છે. આચ્છદન ત્રણ પ્રકારના હોય છે. 
 
(૪) વાપશા : વાપશા એટલે જમીનમાં હવાની અવર જવર. જીવામૃત અને આચ્છદનથી જમીનની વાપશાની સ્થિતિ સુધરે છે. આમ ચાર મુખ્ય પાયા પર આધારિત છે, જેમાં મુખ્ય સિધ્ધાતોમાં બહારની કોઇ ખેત સામગ્રી વાપરવી નહિ, સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સુક્ષ્મ જીવાણુથી બીજની માવજત કરવી, જમીનમા સુક્ષ્મ જીવાણુના કચ્છરનો ઉપયોગ કરવો, પાકના અવશેષોનો મલ્ચીંગ કરીને જમીનની સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિ વધારવી, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરમા ઝાડનો સમાવેશ કરવો, પશુપાલન સાથે ખેતીને આવરી લઈ જમીનની પાણી/ભેજનો સંગ્રહ કરવો અને એગ્રો ઇકોલોજી (કૃષિ નિયત્રણ તંત્ર) ખેતીની નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments