Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકર સંક્રાતિ ક્યારે 14 કે 15 જાન્યુઆરી, જાણો મકરસંક્રાતિનુ મહત્વ

Updated: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (19:01 IST)
હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે.   ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે.   વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે.  જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ કાર્યો વર્જિત થઈ જાય છે એટલે કે શુભ કાર્યો થઈ શકતા નથી.   આ જ રીતે સૂર્યના ધનુ અને મીન રાશિમાં જવાથી પણ લગ્ન જેવા શુભ કાર્ય થંતા નથી.  ધાર્મિક માન્યતાઓ મુજબ મકર સંક્રાતિના દિવસે મળમાસ  ખતમ થઈ જાય છે.  જ્યારબાદ બધા માંગલિક કાર્ય ફરીથી શરૂ થઈ જાય છે. 
 
તો ચાલો જાણીએ આ વખતે મકરસંક્રાતિ ક્યારે છે. 
 
સામાન્ય રીતે મકર સંક્રાતિ 14 તારીખે ઉજવાય છે. પણ આ વખતે આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે.  જેની શરૂઆત 15 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગીને 41 મિનિટ પર થશે અને સમાપ્તિ આ જ દિવસે સાંજે 06 વાગીને 22 મિનિટ પર થશે.  
 
આ દિવસે સ્નાન દાન નુ વિશેષ મહત્વ  હોય છે.   આ માટે સવારે 7..05 મિનિટથી બપોરે 12.25 મિનિટ સુધીનો સમય સ્નાન અને દાન માટે વિશેષ ફળદાયી રહેશે. 
 
જ્યારે પણ સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે સંક્રાતિ ઉજવાય છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાતિ આવે છે. પણ બધી સંક્રાતિઓમાંથી મકર સંક્રાતિનુ વિશેષ મહત્વ  માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ મકર સંક્રાતિના દિવસે જ સૂર્ય ભગવાન ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થતા જ દિવસ મોટા અને રાત નાની થવી શરૂ થઈ જાય છે. આ દિવસે મળમાસની સમાપ્તિ થવાથી લગ્ન ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્ય જે એક મહિનાથી બંધ છે તે ફરીથી શરૂ થઈ જશે. મકર સંક્રાતિ આમ તો દરેક રાશિ માટે ફળદાયક હોય છે પણ મકર અને કર્ક રાશિ માટે આ વધુ લાભદાયક છે. 
 
આ દિવસે આપણે તલ સાંકળી અને ગોળથી બનેલી મીઠાઈઓ ખાઈએ છીએ તેની પાછળ પણ આયુર્વેદિક કારણ છે. 
 
આયુર્વેદ મુજબ આ ઋતુમાં ચાલનારી હવા અનેક બીમારીઓનુ કારણ બની શકે છે. તેથી પ્રસાદના રૂપમાં ખિચડી તલગોળથી બનેલી મીઠાઈ ખાવાનુ પ્રચલન છે. તલ ગોળથી બનેલી મીઠાઈ ખાવાથી શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.  આ બધી વસ્તુઓ ખાવાથી શરીરની અંદર ગરમી પણ વધે છે.  14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિના સાથે જ ઠંડી ઓછી થવાની શરૂઆત થાય છે. 
 
મકર સંક્રાતિના દિવસે પ્રસાદના રૂપમાં બાનવાતી ખિચડી પણ આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. ખિચડી ખાવાથી પાચન ક્રિયા સુચારુ રૂપથી ચાલે છે. આ ઉપરાંત જો આ  ખિચડી વટાણા અને આદુ મિક્સ કરીને બનાવવામાં આવે તો શરીર માટે ખૂબ લાભકારી હોય છે.  ખિચડી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા ઉપરાંત બેક્ટેરિયા સામે  લડવામાં મદદ કરે છે.  એક સંક્રાતિથી બીજી સંક્રાતિની વચ્ચેનો સમય સૌર માસ કહેવાય છે. 


 

વધુ જુઓ..

સાંજની ભૂખ સંતોષવા માટે Garlic સ્વીટ કોર્ન સૂપ બનાવો, તેનો સ્વાદ એવો છે કે તમે તેને વારંવાર બનાવવાનું મન કરશો, રેસીપી નોંધી લો.

શ્રાવણ સ્પેશિયલ: મહિલાઓ માટે ટ્રેન્ડી ડ્રેસ અને મેકઅપ લુક, પૂજાથી લઈને કિટી પાર્ટી સુધી દેખાશો સૌથી સુંદર

બ્લેક કોફી ડિપ્રેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, જાણો દરરોજ પીવાના ફાયદા

Nag Panchami Prasad Recipe: નાગ પંચમી પર પ્રસાદ તરીકે આ મીઠાઈઓ ચઢાવો, સરળ રેસીપી નોંધી લો

કોર્ન કટલેટ બનાવવાની રીત

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments