ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:58 IST)

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ.. જાણો કેવી રહેશે રાશિ મુજબ અસર

14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવી રહ્યો છે. સૂર્યનુ મકર રાશિમાં આવવુ શુભ માનવામા6 આવે છે. આ વખતે મકર સંક્રાતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેસેલો છે. પ જ્યોતિષ મુજબ સૂર્યનુ કોઈ રાશિમાં જવાનો પ્રભાવ બધી રાશિઓ પર 26 દિવસ સુધી રહે છે. જુઓ તમરી રાશિ પર મકર સંક્રાતિનો કેવો પ્રભાવ રહેશે. 
 
મેષ રાશિ - તમારી રાશિથી દસમાં ઘરમાં સૂર્યનો સંચાર થવા જઈ રહ્યો છે. આ સ્રકાર અને નોઅક્રી વ્યવસાયનુ ઘર છે. સૂર્યનુ અહી આગમન થવાથી તમને નોકરીમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.  સરકારી ક્ષેત્રમાં માન સન્માન મળી શકે છે.  પિતા અને વરિષ્ઠજન સાથે મેળજોળ રાખો. તેમનો સહયોગ અને સલાહ લેવી લાભકારી રહેશે. 
 
વૃષભ -  તમારે માટે સૂર્યનુ મકર રાશિમાં સંચાર ટૂંકમાં શુભ રહેશે.  ધર્મ અને આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ રહેશે.  ભાગ્યનો સાથ મળશે.  મહેનત કરતા વધુ ફાયદો મળશે. 
 
મિથુન રાશિ - રાશિના આઠમા સૂર્યનો સંચાર થશે સાથે જ કેતુ પણ હાજર છે. આવામાં તમારે જોખમથી બચવુ જોઈએ. દુર્ઘટનાની આશંકા રહેશે.  અગ્નિથી ભય રહેશે.  વીજળીના ઉપકરણ સાથે છેડછાડથી બચો. સારી વાત એ છે કે તમારા કામની પ્રશંસા થશે.  માન સન્માન અને પ્રભાવ વધશે. આરોગ્યનુ ધ્યાન રાખો. 
 
કર્ક રાશિ - મકર રાશિમાં સૂર્યનુ ગમન તમારી રાશિથી સાતમાં ઘરમાં થઈ રહુ છે. પારિવારિક જીવન ખાસ કરીને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં ભાગીદારીથી પરેશાન થશો. દૈનિક કાર્યોમાં પ્રગતિ થશે. શત્રુ પક્ષ કમજોર રહેશે. 
 
સિંહ - રાશિ સ્વામીનું  રાશિમાંથી છઠ્ઠા ઘરમાં જવુ કોર્ટના કાર્યોમાં સફળતા અપાવશે.  નોકરી વ્યવસાયમાં તમારો પક્ષ મજબૂત થશે. અભેન ફોઈ માટે સમય સુખદ રહેશે. પણ સાસરિયા પક્ષથી પરેશાની થઈ શકે છે.  કર્જને ચુકવવામાં સફળતા મળશે. આરોગ્યનુ ધ્યાન રાખો. 
 
કન્યા - અભ્યાસ અને સંતાનના મમાલે સૂર્યનુ મકર રાશિમાં ગમન શુભ રહેશે. પણ પ્રેમ પ્રસંગ મમાલે સમય અનુકૂળ નથી.  જે દંપત્તિ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પૂરી થશે.  માંગલિક કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. 
 
તુલા - તમારી રાશિથી ચોથા ઘરમાં સૂર્યનુ ગોચર જમીન, મકાનનો લાભ અપાવી શકે છે. યાત્રાનો પ્રસંગ પણ બનશે.  માતા અને માતા સમાન મહિલાઓને લઈને ચિંતા રહેશે.  ભૌતિક સુખો પર ખર્ચ વધશે.  શરીરના ઉપરી ભાગમાં કષ્ટ થઈ શકે છે. 
 
વૃશ્ચિક -  તમારુ વર્ચસ્વ અને પ્રભાવ વધશે.  કાર્યક્ષેત્રમાં સન્માન મળશે.  ગુપ્ત શત્રુઓથી રાહત મળશે.  ભાઈઓ સાથે મેળાપ રાખો નહી તો પરસ્પર વિવાદ થઈ શકે છે. 
 
ધનુ - છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહેલ પરેશાનીથી રાહત અનુભવશો. આર્થિક મામલે પ્રગતિ થશે. લાભ મળશે.  પારિવારિક મામલામાં તમને થોડી પરેશાની થઈ શકે છે. સગા સંબંધીઓ તરફથી નિરાશાનો સમાનો કરવો પડશે.  જમા પૂંજી વધારવાનો પ્રયાસ સફળ થશે. 
 
મકર - તમારી રાશિમાં સૂર્યનો સંચાર થશે.  ક્રોધ વધશે અને અનેક્વાર તમે તમારી અંદર હીન ભાવના અનુભવશો. તમારે માટે સલાહ છે કે આત્મબળ બનાવી રાખો. નોકરીમાં પ્રભાવ વધશે.  અધિકારીઓ સાથે તલામેલ કાયમ રાખવી સારુ રહેશે. 
 
કુંભ રાશિ - તમારી રાશિથી બારમા ઘરમાં સૂર્યનો સંચાર તમારા ખર્ચમાં વૃદ્ધિ કરશે.  સામાજીક કાર્યમાં ભાગ લેશો અને પ્રતિષ્ઠા મેળવશો. ધાર્મિક અને શુભ કાર્યો પર વ્યય થશે.  યાત્રા કરવી પડી શકે છે. 
 
મીન - રાશિથી અગિયારમાં ઘરમાં સૂર્યનો સંચાર આર્થિક મામલે શુભ ફળદાયી રહેશે.  તમારી આવકમાં વધારો થશે. કોઈ મનોકામના પણ આ સમયે પુરી થઈ શકે છે. મોટાભાઈ સાથે તાલમેલ બનાવી રાખો નહી તો મતભેદ થઈ શકે છે.