શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (13:41 IST)

Surya grahan 2019: શનિ અમાવસ્યા પર લાગી રહ્યુ છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ

વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરી મતલબ શનિ અમાવસ્યાના દિવસે પડી રહ્યુ છે. ગ્રહણ 5 જાન્યુઆરીની અડધી રાતથી શરૂ થશે નએ 6 જાન્યુઆરી સુધી રહેશે. જો કે ભારતમાં આ જોવા નહી મળે.  તેથી મોટાભાગના જ્યોતિષ મુજબ તેની અસર રાશિઓ પર નહી પડે. પણ જ્યોતિષિઓનુ માનીએ તો શનિ અમાવસ્યા હોવાને કારણે આ દિવસે  જાપ દાન અને હવન કરવુ શુભ રહેશે.
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રયોગોમાં શનૈશ્ચરી અમાવસ્યાના રોજ શનિની પૂજા અર્ચના, સાધના માટે મહત્વપૂર્ણ વાંક્ષિત ફળદાય માનવામાં આવે 
 
છે. નવા વર્ષમાં 3 શનૈશ્ચરી અમાવસ્યાનો વિશેષ યોગ બની રહ્યો છે. 5 જાન્યુઆરી, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે. આ શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે 3.07 વાગ્યા 
 
સ્દુએહે મૂળ નક્ષત્ર છે. માન્યતા છે કે સૂર્ય ગ્રહણ પછી ઘઉ, ધાન, ચણા, મસૂર દાળ, ગોળ, ચોખા, સફેદ ગુલાબી વસ્ત્ર, ચૂડો, ખાંડનુ દાન કરવુ સારુ માનવામાં આવે છે.  
 
સૂર્ય ગ્રહણ 
 
6 જાન્યુઆરી - સવારે 4.05 વાગ્યાથી 9.18 વાગ્યા સુધી 
2 જુલાઈ - રાત્રે 11.31 વાગ્યાથી 2.17 વાગ્યે 
26 ડિસેમ્બર - સવારે 8.17થી  10.57 સુધી 
 
વર્ષ 2019 - ભારતમાં દેખાશે આ 2 ગ્રહણ .. યાદ કરી લો તારીખ 
 
ચંદ્રગ્રહણ 
21 જાન્યુઆરી - સવારે 9 વાગ્યાથી 12.20 વાગ્યા સુધી 
16 જુલાઈ - બપોરે 1.31 વાગ્યાથી સાંજે 4.40 વાગ્યે 
 
ભારતમાં દેખાનારા ગ્રહણ 
 
16 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ - આ આંશિક ચંદ્ર ગ્રહણ રહેશે. જે કુલ  2 કલાક 58 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારત સાથે આસપાસના અન્ય દેશોમાં દેખાશે નએ તેની અસર પણ ભારતમાં રહેનારા લોકો પર પડશે. 
 
26 ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ - 2019ના અંતિમ મહિનામાં પડનારુ આ સૂર્યગ્રહણ આંશિક રહેશે. જે કે ભારત અને સઉદી અરબ સહિત અન્ય દેશોમાં જોવા મળશે. તેની અશુભ અસર ભારતમાં રહેનારા લોકો પર પડશે.