Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ સલાહ : નવગ્રહ દોષ નિવારણ

ગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો

Updated: સોમવાર, 7 ડિસેમ્બર 2015 (18:01 IST)


ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ પ્રતિકુળતાનો પ્રભાવ જરૂર પડે છે. તેથી જ તો આપણે યજ્ઞ, જાપ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરાવીએ છીએ અને આ બધાથી લગભગ વધારે પડતી કામના નિહિત હોય છે.

ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ખરીદવામાં અસમર્થ હોય તેમણે ઝાડ-પાન અને તેના મૂળની મદદ લેવી જોઈએ.

સુર્ય ગ્ર હ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે.

ચંદ્ર ગ્ર હ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું મૂળ સફેદ દોરાની અંદર બાંધીને ધારણ કરો.

મંગળ ગ્રહ : જો તમે માંગલિક હોય, મંગળ અષ્ટમ કે બારમા ભાવમાં હોય તો મંગળવારે બપોરના સમયે અનંત મૂળને લાલ દોરાની અંદર લપેટીને ધારણ કરો.

બુધ ગ્રહ : બુધ નકારાત્મકતાનું પ્રતિક આપી રહ્યો હોય તો બુધવારે સવારે વિધારાની મૂળને દોરાની અંદર નાંખીને પહેરો.

ગુરૂ ગ્ર હ : ગુરૂ કેન્દ્રાધિપતિ દોષથી પીડિત હોય, અશુભ પ્રભાવ આપી રહ્યો હોય કે પ્રભાવહીન હોય એવામાં ભારંગી કે કેળાના મૂળને ગુરૂવારે બપોરના સમયે પીળા દોરાની અંદર ધારણ કરો.

શુક્ર ગ્ર હ : કેન્દ્રાધિપતિ દોષથી પીડાતો હોય તો શુક્રવારે સવારે સરપોરવાના મૂળને સફેદ દોરાની અંદર બાંધીને પહેરો.

શનિ ગ્રહ : શનિની સાડાસાતી કે અઢીની સ્થિતિમાં શનિવારે સવારે વાદળી દોરાની અંદર બિચ્છુનુ મૂળ ધારણ કરો.

રાહુ ગ્રહ : રાહુ ગ્રહની અશુભતા દૂર કરવા માટે સફેદ ચંદનનો ટુકડો વાદળી દોરાની અંદર બુધવારે પહેરવાથી લાભ થાય છે.

કેતુ ગ્રહ : કેતુ ગ્રહની શુભતા મેળવવા માટે અશ્વગંધાના મૂળને વાદળી દોરામાં ગુરૂવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

Show comments