Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પશ્ચિમોત્તાનાસન કેવી રીતે કરવુ જાણો ફાયદા

Updated: ગુરુવાર, 28 માર્ચ 2024 (09:38 IST)
પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend) 
 
પશ્ચિમ અર્થાત પાછળનો ભાગ - પીઠમાં ખેંચાણ થાય છે તેથી આને પશ્ચિમોત્તનાસન કહે છે. આ આસનથી શરીરની બધી માંસપેશિયો પર ખેંચ પડે છે.
 
વિધિ : બંને પગ સામે ફેલાવીને બેસી જાવ. 
એડી પંજો પરસ્પર મેળવીને રાખો. બંને હાથ બગલમાં અડાડીને, કમર સીધી અને આંખો સામે રાખો.
હવે બંને હાથને બગલથી ઉપર ઉઠાવતા કાનને અડીને ઉપર ખેંચો. આ સ્થિતિમાં બંને હાથની વચ્ચે માથુ હોય છે.
હવે સામેની તરફ જોતા કમરથી ધીરે ધીરે રેચક કરતા નમતા જાય છે, હવે પોતાના બંને હાથથી પગના અંગૂઠાને પકડીને રાખે છે, અને કપાળને ઘૂંટણથી અડાડે છે. શક્તિમુજબ કુંભકમાં રોકાયા પછી માથાને ઉઠાવીને પૂરક કરતા પૂર્વ સ્થિતિમાં આવી જાય છે.
 
સાવધાની - આ આસનમાં ન તો એકદમ ઝટકાથી કમરને નમાવો કે ન ઉઠાવો. કપાળને બળજબરીથી ઘૂંટણ સાથે ટેકવવાનો પ્રયાસ ન કરો. શરૂઆતમાં આસન અડધી મિનિટથી એક મિનિટ સુધી કરો અભ્યાસ વધતા 15 મિનિટ સુધી કરો. કમર કે કરોડરજ્જુની ગંભીર સમસ્યા હોય તો યોગ ચિકિત્સકની સલાહ લઈને જ આ આસન કરો.
 
લાભ - આમા ઉદર, છાતી અને મેરુદંડને ઉત્તમ વ્યાયામ મળે છે. આ આસનના અભ્યાસથી મંદાગ્નિ, મલાવરોધ, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ વિકાર,સર્દી, ખાંસી, વાત વિકાર, કમરનો દુ:ખાવો, મધુમેહ વગેરે રોગ દૂર થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કફ અને ચરબીનો નાશ થાય છે. પેટ પાતળુ થાય છે.
 

વધુ જુઓ..

ત્રણ સીજેપી નેતાઓને મુક્ત, એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરત; બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં કોર્ટની શરતો જાહેર કરવામાં આવશે

"બધા બેરિકેડ્સ દૂર કરો, સામાન્ય ટ્રાફિક અને ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરો," સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશ જારી કર્યા અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરી.

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પર્વતોમાં બરફવર્ષા; અનેક વિસ્તારોમાં ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રહેવાની યલો ચેતવણી

નેપાળ ફરી એક વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે, બુધી ગંડક નદીમાં બધું જ તબાહ કરી રહ્યું છે; ભયાનક વિડિઓ સામે આવ્યો છે

રવિવારે દિલ્હીમાં કનોટ પ્લેસ માર્કેટ ફરી ખુલશે, 'ડ્રાય ડે' પૂરો થયો; CJP નેતાઓ સિવાય તમામ વિરોધીઓને મુક્ત કરાયા

વધુ જુઓ..

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

નવરાત્રી વ્રતમાં શું ખાવું શું નહિ ? અહી જુઓ આખું લીસ્ટ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -11 ઓક્ટોબર, 2026

Navratri 2026 9 Colors List: નવરાત્રીના 9 દિવસ કયા રંગના કપડા પહેરવા શુભ રહેશે

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments