1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: રવિવાર, 10 માર્ચ 2024 (14:48 IST)

Dhanurasana- ધનુરાસનની રીત અને ફાયદા

dhanurasana benefits
Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
 
 
વિધિ :  ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.
 
પાછા ફરવા માટે પહેલા દાઢીને જમીન પર ટેકવી પગ અને હાથને સમાનાંતર ક્રમમાં ક્રમશ: ધીરે ધીરે જમીન પર લઈ ફરીથી મકરાસનની સ્થિતિમાં આવી જાવ.અને શ્વાસોચ્છસની પ્રક્રિયા સામાન્ય બનતા તેનું પુનરાવર્તન કરો. આ રીતે ત્રણથી ચાર વાર આ આસન કરો.
 
સાવધાની : જે લોકોને કમરનો દુખાવો અથવા ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન કરવું હિતાવહ નથી. પેટને લગતો અન્ય કોઈ રોગ હોય તો પણ આ આસન ન કરવું જોઈએ.
 
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.

Edited by-Monica Sahu