Daily Horoscope
✕

Dharo Aatham 2026 - ધરો આઠમ વ્રતકથા

Updated: શનિવાર, 19 સપ્ટેમ્બર 2026 (09:06 IST)
ધરો આઠમ ની વાર્તા (Dharo atham ni varta gujarati) 
 
વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા.  
એવામાં ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ. 
 
વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય? માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ? 
 
આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયમાં સુવડાવી, બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનુ મન ન માન્યુ. ઘરો આઠમના દિવસે લીલું ઘાસ કંઈ રીતે કાપી શકાય? આથી વહુ ઘરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. 
 
સાસુ-વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલદી ઘરે જાવ. સાસુ-વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. 
 
આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ, એ ધરો માં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો 

ALSO READ: Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા

ALSO READ: 

વધુ જુઓ..

દિવાળીમાં ગેસ સામે કલાકો સુધી ઊભા રહેવું નથી? ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી 7 સ્વાદિષ્ટ વાનગીઓ

દિવાળીમાં બનતી ગુજરાતની પ્રસિદ્ધ વાનગીઓ અને મીઠાઈઓ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ 5 વસ્તુઓને લંચમાં જરૂર કરે સામેલ, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને રહેશો ફિટ એન્ડ ફાઈન

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓક્ટોબર 2026

Kali Chaudas 2026 : કેમ ઉજવાય છે કાળી ચૌદસ ? જાણો શુભ મુહુર્ત, મહત્વ અને કાળી ચૌદસની પૌરાણિક કથા

Dhanteras 2026 : જાણો ધનતેરસનુ મહત્વ પૂજા વિધિ અને ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments