Webdunia - Bharat's app for daily news and videos

Install App

Madhuri Dixit- પાવાગઢમાં માધુરી દીક્ષિતનું શૂટિંગ

મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:25 IST)
બોલીવુડ અભેનેત્રી માધુરી દીક્ષિત યાત્રાધામ પાવાગઢમાં શૂટિંગ કરવાની છે. 'મેરે પાસ મા હે' ફિલ્મના શૂટિંગ માટે ત્રણ દિવસનો પ્રવાસ છે, ત્યારે સ્થાનિક મીડીયાને દૂર રખાયા છે. શૂટિંગ એરિયામાં ખાનગી બાઉન્સર સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામા મસ્જિદ, વળાતળાવ, રોપવે,ભદ્ર ગેટ, સાત કમાન, સ્થળોએ શૂટિંગ કરવામાં આવશે.  આણંદના ધર્મજ, વડોદરા એરપોર્ટ, સહિત પાવાગઢ ગામ અને શક્તિપીઠ ખાતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું.
 
90ના દશકામાં ફિલ્મો દ્વારા લાખો દિલો પર રાજ કરનારી માધુરી દીક્ષિતના આજે પણ એટલા જ ફેન છે. સોમવારે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ માટે પંચમહાલ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી. આ દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 
 
સોમવારે માધુરીએ પાવાગઢમાં આવેલા રોપ-વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેના કારણે રોપ-વે સેવાને અસર પહોંચી હતી. જ્યાં સુધી શૂટિંગ ચાલ્યુ ત્યાં સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. એક્ટ્રેસની ફિલ્મનું પાવાગઢમાં ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે. આજે તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી જગ્યા પર શૂટિંગ કરશે

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ચોમાસામા કેવો હોવો જોઈએ ડાયેટ, આયુર્વેદ મુજબ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ

Vrat Special Farali Recipe- સાબૂદાણાનો ચેવડો

Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી

બાળકો સાથે ભૂલથી પણ ન બોલો આ 5 વાક્યો, પેરેન્ટ્સ માટે જાણવું જરૂરી

World Sorry Day- જાણો ક્ષમા દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ

આગળનો લેખ
Show comments