ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (21:25 IST)

જ્યારે Madhuri Dixit ની સામે Shehnaz Gill એ Sidharth Shuklaને લઈને કહી હતી પોતાના દિલની વાત

કેટલો પ્રેમ હતો સિડનાઝ વચ્ચે... તસ્વીરો બોલી રહી છે ઘણુ બધુ

Sidharth Shukla Shehnaz Gill on Dance Deewane: વર્ષ 2019માં બિગ બોસ 13 (Bigg Boss 13) સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહનાજ ગિલ (Shehnaz Gill) ની જોડીએ દરેકનુ દિલ જીત્યુ. આજે તેમના ચાહકોનુ દિલ તૂટી ચુક્યુ છે. કારણ કે સિડનાજ ની જોડી પણ તૂટી ચુકી છે. ભલે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહેનાઝ (Shehnaz Gill)એ પોતાના સંબંધો પર ક્યારેય મોહર ન લગાવી હોય પણ દિલના સંબંધો ક્યા છુપાય છે. બંનેની મીઠી લડાઈ, એકબીજાને જોવાનો અંદાજ આ બધુ જ કહી દેતુ હતુ. પરંતુ આજે શહનાજ  (Shehnaz Gill) એકલી પડી ગઈ, સિદ્ધાર્થ (Sidharth Shukla) વગર શહનાઝ અધૂરી રહી ગઈ. જ્યારે સિડ જ નથી તો શહનાજને કોના પર નાઝ થશે. 

 
'બિગ બોસ 13' જીત્યા પછી સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ખૂબ વધી ગઈ. માત્ર સિદ્ધાર્થ જ નહીં, પણ 'સિડનાઝ'ની જોડી પણ પોપુલર થઈ ગઈ. બંને અનેક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા 'સિડનાઝ'  માધુરી દીક્ષિતના ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને'ના સેટ પર પણ પહોંચ્યા હતા. આજે પણ આ શોનો વિડીયો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ખરેખર સિડ આ દુનિયામાં નથી. પરંતુ હકીકત ભલે ગમે તેટલી ખરાબ હોય, તેને સ્વીકારવી જ પડે છે અને હવે સિદ્ધાર્થ શુક્લા આપણી વચ્ચે રહ્યા નથી આ એક હકીકત છે.

 
ડાંસ દિવાનાના મંચ પર પોતાની શાનદાર કેમિસ્ટ્રી દ્વારા એકવાર ફરી શહેનાજ અને સિદ્ધાર્થે લોકોના દિલ જીત્યા હતા. તેમણે ત્યા માઘુરી અને શાહરૂખ બનીને ફિલ્મ દિલ તો પાગલ હૈ નો રોમાંટિક સીન પણ કર્યો હતો. આ શો માં શહેનાજે બતાવ્યુ હતુ કે તેને બિલકુલ સિદ્ધાર્થ જેવો જ છોકરો પોતાના લાઈફ પાર્ટનરના રૂપમાં જોઈએ. પણ કિસ્મતે કંઈ બીજુ જ વિચારી રાખ્યુ હતુ. શહેનાઝના દિલની આ ઈચ્છા હવે ક્યારેય પુરી નહી થઈ શકે. કારણ કે હવે સિદ્ધાર્થ આ દુનિયાને હંમેશા-હંમેશા માટે છોડીને જઈ ચુક્યો છે.