શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (15:26 IST)

Sidharth Shukla Death: સિદ્ધાર્થ શુક્લાના નિધનથી શોકમાં ડુબી ટીવી ઈંડસ્ટ્રી, ધુસકે ધ્રુસકે રડી પડી સના ખાન

. અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનુ ગુરૂવારે નિધન થઈ ગયુ છે. મુંબઈના એક હોસ્પિટલમાં સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા. 40 વર્ષીય સિદ્ધાર્થના આ પ્રકારના જતા રહેવાથી ટીવી, ફિલ્મ જગત ના લોકો આધાતમાં છે. ફેંસને હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ નથી થઈ રહ્યો. ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 
 
પૂર્વ અભિનેત્રી અને સિદ્ધાર્થની મિત્ર રહી ચુકેલી સના ખાને સિદ્ધાર્થના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે. ટીવી ચેનલ પર વાત કરતા સના ખુદને સંભાળી શકી નહી અને રડવા લાગી.
 
 સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચાર મળતા જ આખી ઈંડસ્ટ્રી શોકમાં ગરકાવ છે. બીજી બાજુ તેમના ફેંસ પોતાનુ દુખ વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થ સાથે સીરિયલમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રશ્મિ દેસાઈએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. રશિમે તૂટેલા દિલ સાથે દુખ વ્યક્ત કર્યુ છે.