ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (22:16 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: કૈસરની પછી બદલાય ગયો Nattu Kaka નો ચેહરો, સામે આવ્યા ચોંકાવનારા Photo

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના નટ્ટૂ કાકા  (Nattu Kaka) એટલે કે ધનશ્યામ નાયક  (Ghanashyam Nayak) હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.  અભિનેતાને કેંસર થઈ ગયુ હતુ, જેની સારવાર હાલ ચાલી રહી છે. એપ્રિલ મહિનામાં તેમની આ બીમારી વિશે જાણ થઈ હ તી. ત્યારબાદ પણ તેઓ સતત શૂટિંગ કરતા રહ્યા હતા. હવે ઘનશ્યામ નાયકની એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેને જોયા બાદ બધા દંગ રહી ગયા છે.  
 
વાયરલ થઈ રહી છે નટ્ટૂકાકાની તસ્વીર 
 
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah) ના નટ્ટુ કાકા(Nattu Kaka) એટલે કે ઘનશ્યામ નાયક(Ghanashyam Nayak)ની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. ઘનશ્યામ નાયક તસવીરમાં ખૂબ જ કમજોર દેખાય રહ્યા છે. તેમનો ચહેરો એક તરફથી સુજેલો દેખાય રહ્યો છે. અભિનેતાએ સફેદ ઝભ્ભો-પાયજામા પહેર્યા છે અને પાછળ હાથ કરીને ઉભેલા જોવા મળે છે. આ બધા છતા પણ, અભિનેતાએ તેના ચાહકો સાથે હસતી તસવીર ક્લિક કરી છે.
 
લોકોના દિલ જીતતા રહ્યા છે 
 
નટ્ટુ કાકા (Nattu Kaka)એટલે કે ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak) બધી મુશ્કેલીઓ પછી પણ જીંદાદિલ  છે. તે 77 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે સમર્પિત છે અને તેના ચાહકોનું ઘણું મનોરંજન કરે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah)ના બાકીના કલાકારોની જેમ ઘનશ્યામ નાયક પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. વર્ષોથી ઘનશ્યામ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહ્યા છે.