શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (12:24 IST)

Sidharth Shukla Death: સિદ્ધાર્થ શુક્લાએ ઈસ્ટાગ્રામ પર આ અંતિમ પોસ્ટ કરી હતી, આ લોકોનો આભાર માન્યો હતો

Sidharth Shukla Death: અભિનેતા Siddharth Shuklaના મોતના સમાચાર દરેક કોઈને આધાતમાં નાખી દીધા છે. સિદ્ધાર્થ શુક્લાની વય 40 વર્ષ હતી. અત્યાર સુધી મળતી માહિતી મુજબ હાર્ટ એટેકથી તેમનુ મોત થયુ છે. હાર્ટ એટેક  પછી આજે તેમને મુંબઈના બીચ કૈડી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યુ હતુ. જ્યા તેમનુ મોત થઈ ગયુ. 
 
આવામા હવે સિદ્ધાર્થ શુક્લા અંતિમ ઈસ્ટાગ્રામ પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સિદ્ધાર્થ શુક્લાએ 24 ઓગસ્ટને અંતિમવાર ઈસ્ટાગ્રામ પર પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી અને ફ્રંટલાઈન વર્કર્સનો આભાર માન્યોહતો. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની તસ્વીર શેયર કરતા લખ્યુ હતુ, બધા ફ્રંટલાઈન વર્ક્સને દિલથી ધન્યવાદ તમે તમારા જીવનને જોખમમા નાખો છો. અગણિત કલાક કામ કરે છે અને એ રોગીઓને આરામ આપે છે જે પોતાના પરિવારની સાથે નથી રહી શકતા. તમે હકીકતમાં સૌથી બહાદુર છો. અગ્રિમ પંકિતમાં રહેવુ સહેલુ નથી. પણ અમે ખરેખર તમારા પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. #MumbaiDiariesOnPrime આ સુપરહીરો માટે સફેદ ટોપી, નર્સિગ સ્ટાફ અને તેમના અગણિત્ત બલિદાન્નો માટે એક શ્રદ્ધાંજલિ છે. 25 ઓગસ્ટના રોજ ટ્રેલર આઉટ, #TheHeroesWeOwe.'
 
સિદ્ધાર્થ શુક લાને ટીવી સીરિયલ બાલિકા વધુથી પોપુલારિટી મળી. ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. તેઓ દિલ સે દિલ તક સીરિયલમાં પણ જોવા મળ્યા. બોલીવુડમાં ડેબ્યુ તેમણે Humpty Sharma Ki Dulhania ફિલ્મ દ્વારા કર્યુ.