રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 11 ડિસેમ્બર 2023 (10:18 IST)

Dilip Kumar Birthday- દિલીપ કુમારની દીવાની હતી સાયરા, ખરાબ નજરથી બચાવવા માટે આ ઉપાય કરતી હતી સાયરા બાનુ, જાણો રસપ્રદ વાતો

બૉલીવુડના ટ્રેઝિટી કિંગ દિલીપ કુમાર આ દુનિયામાં નહી રહ્યા. તેમના નિધનની ખબરથી આખા દેશમાં શોક છે. સોશિયલ મીડિયા પર નેતા, એક્ટર અને દિલીપ કુમારના ફેંસ તેણે શ્રદ્ધાજળિ આપી રહ્યા છે. દિલીપ 
કુમાર ગયા લાંબા સમયેથી બીમાર હતા. આ વચ્ચે તેમની પત્ની સાયરા બાનો તેમની ખૂબ સેવા કરતી રહી. સાયરા બાનો દિલીપ કુમારને તેમના માટે કુદરતનો ભેંટ માને છે. તે જ્યારેથી દિલીપ કુમારના જીવનમાં 
આવી તેણે પૂર્ણ કાળજી રાખી કે તેમના સાહેબને કોઈ તકલીફ ન હોય. ઈંટરવ્યૂહના દરમિયાન તેણે જણાવ્યુ કે તે રોજ દિલીપ કુમારની નજર ઉતારતી હતી. 
 
સાયરા બાનુ સદકો કરતી
સાયરા બાનુએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલીપકુમાર બાળપણમાં ખૂબ જ સુંદર રહ્યા છે. તેઓ ખૂબ જ જલ્દી નજર લાગી જતી હતી. તેને બુરી નજરથી બચાવવા માટે તેની દાદી અને માતા તેણી તેની નજર ઉતારતી હતી. સાયરાએ કહ્યું કે, દિલીપકુમાર ખૂબ સુંદર છે. તેના ચાહકો આખી દુનિયાભરમાં છે. આજે પણ તેણે ખૂબ જલ્દી નજર લાગી જાય છે. એક ફકીરએ કહ્યુ હતુ કે 15 વર્ષ સુધી તેમને નજરથી બચાવીને રાખવું પડશે. તેથી જ તેની માતા અને દાદી નજર ઉતારતી હતી. તેની રીતે કઈક બીજી હતી. હું તેમને સદકો કરું છું.  કપડાં, અનાજ અને ગરીબોને જરૂરી ચીજો આપું છું. 
 
દિલીપ કુમારની દીવાની હતી સાયરા 
સાયરા બાનો દિલીપ કુમારથી 22 વર્ષ નાની છે. જ્યારે દિલીપ કુમારની સયરાથી લગ્ન થયા તો તેમની ઉમ્ર 44 અને સાયરાની 22 વર્ષ હતી. સાયરા બાનો ઘણા ઈંટરવ્યૂજમાં દિલીપ કુમાર માટે તેમની દીવાનગી 
જણાવી છે. સાયરાએ જણાવ્યુ કે તેણે દિલીપ કુમારને 13 વર્ષની ઉમ્રમાં જોયુ હતું. તે તેને ત્યારથી જ પસંદ કરવા લાગી હતી. 
 
દિલીપને આપ્યા હતા પ્યારે નામ 
સાયરા તેમની જીવનમાં આવતા પહેલા દિલીપ કુમારનો દિલ બે વાર તૂટી ગયુ હતું. તે ઉમ્રમાં અંતરના કારણે પણ સાયરામાં રૂચિ નહી લઈ રહ્યા હતા. પણ સાયરા તેને ઈંમ્પ્રેસ કરવાની દરેક કોશિશ કરી. તે તેમનો બાળકની રીતે ધ્યાન રાખતી હતી અને પ્યારય્જી કોહેનૂર સાહેબ અને જાન જેવા નામથી પોકારતી હતી.