Daily Horoscope
✕

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

Updated: શનિવાર, 23 મે 2026 (16:12 IST)
prateek babar


પ્રતિકનુ તેના પિતા રાજ બબ્બરથી દૂર રહેવાની વાત  કોઈનાથી છિપાઈ નથી. આ અણબનાવની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે પ્રતિકે તેના પિતા કે પરિવારની જાણ બહાર પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા. તેના સાવકા ભાઈ આર્ય બબ્બરે નિરાશા વ્યક્ત કરી.
ALSO READ: ગુજરાતી જોક્સ - મૂડમાં

આર્ય બબ્બરનો સાવકાભાઈ પ્રતિક પર આરોપ  

આર્ય બબ્બરે તાજેતરમાં વિકી લાલવાણી સાથેની વાતચીતમાં તેના સાવકા ભાઈ પ્રતીકના વર્તન પર નારાજગી અને ઉદાસી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "અમે કેટલાક સંબંધોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે. તેથી જ અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ, પરંતુ અમે સમજી શક્યા નહીં કે પ્રતીકે તેની ભૂતપૂર્વ પત્નીથી છૂટાછેડા પછી અચાનક અમારો સંપર્ક કેમ બંધ કરી દીધો. મેં તેને ઘણી વાર મેસેજ કર્યો અને ફોન કર્યો, પરંતુ ક્યારેય જવાબ મળ્યો નહીં."
ALSO READ: 5 દિવસ સુધી ખતરનાક ગરમીની ચેતવણી, 18 રાજ્યો માટે IMD એલર્ટ, ક્યાં ક્યાં વરસાદ પડશે?

પૈસાની જરૂર હોય તો યાદ આવે છે પિતા 

આર્ય બબ્બર આગળ બતાવે છે કે કેવી રીતે પ્રતીકની વાર્તામા હંમેશા તેના પિતા રાજ બબ્બર, તેમની પહેલી પત્ની નાદિરા બબ્બર અને તેના પરિવારને ખલનાયક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે. છતાં, પ્રતીક રાજ બબ્બરના પુત્ર હોવાનો ફાયદો ઉઠાવે છે. તેમણે કહ્યું, "એવું લાગે છે કે જ્યારે તમારા પાસે કામ ન  હોય કે  તમારુ કરિયર સારી રીતે ચાલી ન રહ્યુ હોય અને તમને ખર્ચ માટે પૈસાની જરૂર હોય, ત્યારે તે તમારા પિતા બની જાય છે. જ્યારે તમે એ જ ઘરમાં રહો છો જે તમારા પિતાએ તમારી માતા સ્મિતા પાટિલ માટે ખરીદ્યું હતું, ત્યારે પણ તે તમારા પિતા છે. પરંતુ જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે તે તમારા પિતા નથી."
 

પ્રતીકની આ વાત પર બતાવ્યો અફસોસ 

 આર્ય આગળ કહે છે, "એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્મિતા માનો પુત્ર, જેના માટે મારા પિતાએ પોતાનો પરિવાર છોડી દીધો હતો, આજે એ જ સ્મિતા મા નો પુત્ર તેમને પિતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે. આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? એક મોટા ભાઈ તરીકે, હું હંમેશા તેની સાથે છું, પરંતુ જો મને પૂછવામાં આવે કે શું હું તેને પહેલા જેટલો જ તેને  જ તીવ્રતાથી પ્રેમ કરી શકું છું, તો મારો જવાબ ના હશે."
 
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

આગળનો લેખ
Show comments