Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો......

Updated: શુક્રવાર, 23 માર્ચ 2018 (13:05 IST)
આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી.  ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. આવા  બાળકો સાથે તમારે ધૈર્ય રાખીને વાત કરવી પડે છે. કારણ કે આ પ્રકારના બાળકોનો સ્વભાવ ક્યારેક શાંત તો ક્યારેક હિંસક અને પછી ઝગડાલૂ બની જાય છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યારે પણ ઈમોશનલ બાળકો સાથે વાત કરો તો દરેક શબ્દ સમજીને અને માપી તોલીને જ બોલો. આજે અમે તમને કેટલીક એવી વાતો બતાવીશુ જેમા તમે ઈમોશનલ બાળકોની સારી રીતે દેખરેખ કરી શકો છો. 
1. સહનશીલતા - જો તમારા બાળકો ઈમોશનલ છે તો તેમની સાથે ધૈર્ય રાખીને વાત કરવી જોઈએ. આવા બાળકો સાથે વાત કરવા માટે તમારામાં સહનશીલતાનું હોવુ ખૂબ જરૂરી છે. 
 
2. બાળકોની વાત સારી રીતે સાંભળો - તમારે ઈમોશનલ બાળકોની વાતને સારી રીતે સાંભળવી જોઈએ. વાતને સારી રીતે સાંભળીને જ તમે કોઈ પગલું ઉઠાવો. મોટાભાગે એવુ જોવા મળે છે કે તમારુ ધ્યાન તમારી તરફ કરવા માટે બાળકો નખરા પણ કરે છે. છતા પણ તમે તેમની વાત સારી રીતે સાંભળો. 

3. બાળકોની ભાવનાઓને સમજો - જો તમે તમારા બાળકોની ભાવનાઓને સારી રીતે સમજો છો તો તે તમને પોતાના દિલની વાત સારી રીતે કરશે. આવુ કરવાથી તે તમારી સાથે જોડાયેલા અનુભવશે અને ખુદને સુરક્ષિત અનુભવશે. 
 
4. બાળકોને મનની વાત કહેવાની તક આપો - તમારા બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે તેમને મનની વાતો કહેવાની તક આપો. આવુ કરવાથી તેમને તેમની ભાવનાઓ અને વિચાર મુકવામાં મદદ મળે છે. 
 

5. બાળકોના વિચારોને સમજવાની પરખ - હંમેશા જરૂર નથી હોતી કે ઈમોશનલ બાળકોના દરેક વિચાર અને ભાવનાને સાચી સમજવામાં આવે. પણ છતા પણ તમારે બાળકોની ભાવનાઓને અને વિચારોનુ યોગ્ય મૂલ્યાંકન કરવુ જોઈએ. આવામાં તમારા બાળકોને ધૈર્યથી સમજાવવા જોઈએ. 
 
6. તમારી સાથે બાળકો પણ રહેશે ખુશ - જો તમારા બાળકો પોતાની ખુશીથી કામ કરશે અને જો તમે તેના કામથી ખુશ થશો તો તે પણ ખુશ રહેશે. જો તમે નારાજ થશો તો તમારુ બાળક પણ નારાજ જ રહેશે. તેથી આવા બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. 

7. બાળકોને પોતાનો નિર્ણય લેવા દો - ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો જેથી તેઓ હેલ્ધી રહે. જો તેનો નિર્ણય ખોટો પણ લે છે તો પણ તમે હંમેશા તેમની સાથે રહો. આવુ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાના સારા-ખરાબ વિશે જાણી શકશે. 

વધુ જુઓ..

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર: પાણી-ગટર કનેક્શનની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન, સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ

નેપાળમાં એકવાર ફરી તબાહીની આશંકા, ભોટેકાશી નદીમાં પૂરના પાણીનું જળસ્તર વધ્યું, NDRRMA એ લોકોને કર્યા એલર્ટ

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

વધુ જુઓ..

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments