સંબંધિત સમાચાર
- Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા
- Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી
- Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
- Good Friday 2025: ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીં જાણો તેનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ
- Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?
Christmas History કેવી રીતે થઈ ક્રિસમસની શરૂઆત...સૌપ્રથમ ક્રિસમસની ઉજવણી કોણે કરી ? જાણો ક્રિસમસનો ઈતિહાસ
આજે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે રજા જાહેર કરાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ ખુબ જ હર્ષોલ્લાસ અને અનેક પ્રકારના પકવાન સાથે આ ઉત્સવ ઉજવે છે. પરંતુ આ મંજીલ સુધી પહોચવામાં આ પર્વને કેટલોયે સમય લાગ્યો છે અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી દોઢ સદીથી જ ક્રિસમસનું પર્વ પોતાના વર્તમાન રૂપમાં ફરી આયોજીત થઈ શક્યું છે.
સામાન્ય રીતે 25 ડિસેમ્બરે ઈસુ મસીહાનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને તે જ રૂપે ક્રિસમસનું આયોજન પણ થાય છે પરંતુ શરૂઆતમાં પોતે ધર્માધિકારીઓ પણ આ રૂપે આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતાં. આ રોમન જાતિના એક તહેવારનો દિવસ હતો જેની અંદર સુર્ય દેવતાની આરાધના કરવામાં આવતી હતી.
એવું માનવામાં આવતું હતું કે આ દિવસે સુર્યનો જન્મ થયો હતો. તે દિવસોમાં સુર્ય ઉપાસના રોમન સમ્રાટોનો રાજકીય ધર્મ હતો. ત્યાર બાદ જ્યારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો ત્યારે અમુક લોકો ઈસુને પણ સુર્યનો અવતાર માનીને તે દિવસે તેમની પણ પૂજા કરવા લાગ્યા પરંતુ આને તે દિવસોમાં માન્યતા ન હોતી મળી.
શરૂઆતમાં તો ખ્રિસ્તીઓમાં આ રીતના કોઈ પણ પર્વનું આયોજન ન હોતું થતું પરંતુ ચોથી સદીમાં ઉપાસના પર ચર્ચા શરૂ થઈ અને જુની લેખન સામાગ્રીના આધારે તેને તૈયાર કરવામાં આવ્યું. ઈ.સ. 360ની આસપાસ રોમના એક ચર્ચમાં ઈસુના જન્મ દિવસ પર પ્રથમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સ્વયં પોપે પણ ભાગ લીધો હતો. પરંતુ તે પછી પણ સમારોહની તારીખને લઈને ઘણાં મતભેદ ઉભા થયાં હતાં.
યહુદી ધર્માવલંબી ગડરીયોમાં પ્રાચીનકાળથી જ 8 દિવસ વસંતનો તહેવાર ઉજવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર પછી ઉત્સવમાં ગડરિયા પોતાના જાનવરના પહેલા બાળકની ઈસુના નામ પર બલી આપવા લાગ્યા અને તેમના નામ પર જ ભોજનું આયોજન કરવા લાગ્યા. પરંતુ આ સમારોહ માત્ર ગડરિયાઓ સુધી જ સીમિત હતો.
Christmas
ત્રીજી સદીમાં ઈસુના જન્મદિવસના સમારોહ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો પરંતુ મોટા ભાગના ધર્માધિકારીઓએ તે વખતે ચર્ચામાં ભાગ લેવાની મનાઈ કરી દિધી હતી. તે છતાં પણ ખ્રિસ્તી ધર્માવલંબીઓ વચ્ચે ચર્ચા-વિચારણા બાદ નક્કી થયું કે વસંત ઋતુના જ કોઈ દિવસને આ સમારોહ માટે પસંદ કરવામાં આવે. ત્યાર બાદ સૌથી પહેલાં 28 માર્ચ અને 11 એપ્રિલ નક્કી કરવામાં આવ્યાં. ત્યાર બાદ તેને બદલીને 20 મે કરી દેવાયો. તે દરમિયાન 8 અને 18 નવેમ્બર માટે પણ પ્રસ્તાવ આવ્યાં હતાં.
લાંબી ચર્ચા બાદ ચોથી સદીની અંદર રોમન ચર્ચ અને સરકારે સંયુક્ત રીતે 25 ડિસેમ્બરને ઈસુના જન્મ દિવસ તરીકે ઘોષિત કરી દિધો. ત્યાર પછી પણ આને પ્રચલનમાં આવતાં આવતાં ઘણો લાંબો સમય થયો. આ પહેલાં ઉજવવામાં આવતાં અન્ય જાતિઓનાં ઉત્સવ તેની સાથે મળેલા રહ્યાં અને ત્યાર બાદ પણ તેના થોડાક અંશો ક્રિસમસના પર્વમાં સ્થાયી રૂપે જોડાઈ ગયાં. ઈસુની જન્મ ભૂમિ યરૂશલમમાં આ તારીખને પાંચમી સદીના મધ્ય ભાગમાં સ્વીકારવામાં આવી.
આ પછી પણ ક્રિસમસના દિવસની યાત્રા સરળ ન થઈ. વિરોધો અને આંતર્વિરોધો ચલાતાં રહ્યાં હતાં. 13મી સદીમાં જ્યારે પ્રોટસ્ટેંટ આંદોલન શરૂ થયું ત્યારે આ પર્વની ફરીથી આલોચના કરવામાં આવી અને તેવું અનુભવાયું કે આ તહેવાર પર જુના ધર્મ પૈગનની ઘણી અસર છે. એટલા માટે તેના ક્રિસમસ કૈરોલ જેવા ભક્તિગીતો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને 25 ડિસેમ્બર વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું.
અમેરિકાની અંદર પણ આનો પ્રભાવ પડ્યો હતો. બોસ્ટનમાં તો 1690માં ક્રિસમસના તહેવાર પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 1644માં ઈંગ્લેંડમાં એક નવો કાયદો બન્યો હતો અને આ દિવસને ઉપવાસ દિવસ તરીકે જાહેર કરી દેવાયો હતો. 1836માં અમેરિકામાં ક્રિસમસને કાનુની માન્યતા મળી ગઈ હતી અને 25 ડિસેમ્બરે બધી જ જગ્યાએ રજાના દિવસની ઘોષણા કરી દેવાઈ હતી. આ પર્વને વિશ્વના અન્ય દેશોમાં પણ બળ મળ્યું હતું.
યુરોપના જુદા જુદા ભાગોમાં હસી-મજાકના જુદા જુદા અવસરો પર વૃક્ષોને શણગારવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં 24 ડિસેમ્બરે આ તહેવારની ઉજવણી થતી હતી અને આ દિવસે એક રહ્સ્યાત્મક નાટક પણ ભજવવામાં આવતું હતું 'અદનનું વૃક્ષ'. શક્ય હોઈ શકે છે કે આ પરંપરાએ ક્રિસમસ વૃક્ષની વિચારધારાને જન્મ આપ્યો હોય.
આ વિચારધારા બાદ અનેક દંતકથાઓ જોડાયેલી છે. 1821માં ઈંગ્લેડની મહારાણીએ એક ક્રિસમસનું વૃક્ષ બનાવીને બાળકોની સાથે આનંદ ઉઠાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષની અંદર એક દેવ પ્રતિમા મુકવાની પરંપરાને જન્મ આપ્યો હતો. બધાઈ આપવા માટે સૌ પ્રથમ ક્રિસમસ કાર્ડ 1844માં તૈયાર થયું હતું. અને ત્યાર બાદ ક્રિસમસ કાર્ડ આપવાની પ્રથા 1870 સુધી આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ હતી.
જ્યાં સુધી સાંતા ક્લોઝની વાત છે તો તેની પરંપરા ક્રિસમસની સાથે ઘણાં સમય બાદ જોડાઈ હતી. અને તેવી માન્યતા હતી કે તે રાત્રે સંત નિકોલસ બાળકો માટે જાત જાતની ભેટ લઈને આવતાં હતાં. આ જ સંત અમેરિકામાં બાળકો માટે સાંતા ક્લોઝ બની ગયાં અને આ જ નામે આખા વિશ્વની અંદર લોકપ્રિય બની ગયાં.
શું છે ક્રિસમસ ટ્રી જાણો
પાઈન વૃક્ષ, જેને ફિર ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ક્રિસમસ ટ્રી કહેવામાં આવે છે. જો કે, ઘણી જગ્યાએ, ક્રિસમસ ટ્રી વિવિધ વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે. આ વૃક્ષો કોનિફર છે, એટલે કે તે તળિયે પહોળા અને ઉપર તરફ ટેપર હોય છે. વ્યાપારીકરણ પછી, કૃત્રિમ ક્રિસમસ ટ્રીનો વ્યાપકપણે ઉપયોગ થવા લાગ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં, ક્રિસમસ ટ્રી ઈસુ ખ્રિસ્તના જન્મ અને પુનરુત્થાનનું પ્રતીક છે. વૃક્ષની ડાળીઓ અને છોડને અમરત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને એવું કહેવાય છે કે તે ક્રોસ પર ખ્રિસ્ત દ્વારા પહેરવામાં આવેલા કાંટાના મુગટનું પ્રતીક છે.
નાતાલનાં વૃક્ષોને સજાવવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
ખ્રિસ્તી યુગ પહેલાથી જ નાતાલનાં વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે. આ પરંપરાનું મૂળ એ છે કે આ વૃક્ષો કઠોર શિયાળા દરમિયાન પણ લીલા રહે છે. આ માન્યતાના આધારે, રોમનોએ સૂર્ય દેવનું સન્માન કરતા સેટર્નાલિયા તહેવાર દરમિયાન પાઈન વૃક્ષોને સજાવવાની પરંપરા શરૂ કરી.
સૌપ્રથમ ક્રિસમસની ઉજવણી કોણે કરી?
રોમન લોકો 25 ડિસેમ્બરે શિયાળુ સંક્રાંતિ ઉજવતા હતા. સૌથી પહેલા નોંધાયેલ નાતાલની ઉજવણી 25 ડિસેમ્બર, 336 એડી ના રોજ રોમમાં ઊજવાઈ હોવાનું કહેવાય છે.
સાન્તાક્લોઝની છે પોતાની વાર્તા
લગભગ 1,500 વર્ષ પહેલાં જન્મેલા સંત નિકોલસને સાચા સાન્તાક્લોઝ માનવામાં આવે છે. ઈસુના મૃત્યુના 280 વર્ષ પછી, ત્રીજી સદીમાં, માયરામાં તેમનો જન્મ થયો હતો. નાની ઉંમરે તેમના માતાપિતા ગુમાવ્યા પછી, તેમને ઈસુમાં દૃઢ શ્રદ્ધા હતી. તેઓ મોટા થઈને ખ્રિસ્તી પાદરી અને પછી બિશપ બન્યા. તેમને ગરીબોને અને બાળકોને ભેટો આપવાનું ખૂબ ગમતું. તેમના દયાળુ સ્વભાવે સંત નિકોલસને ખૂબ જ લોકપ્રિય બનાવ્યા. એવું માનવામાં આવે છે કે સાન્તાક્લોઝનું ઘર ઉત્તર ધ્રુવ પર છે અને તેઓ ઉડતા રેન્ડીયર દ્વારા ખેંચાયેલી સ્લીહ પર મુસાફરી કરે છે. જો કે, સાન્તાક્લોઝનું આ આધુનિક સંસ્કરણ 19મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું; તે પહેલા આવો નહોતા. બાળકો પ્રત્યે સંત નિકોલસના પ્રેમ અને સ્નેહની વાર્તાઓ વિશ્વભરમાં ખાસ લોકપ્રિય બની હતી, અને એવું માનવામાં આવે છે કે સંત નિકોલસ નામ ધીમે ધીમે સાન્તાક્લોઝમાં ભેળવાય ગયું. સંત નિકોલસને એક ગોળમટોળ, ખુશમિજાજ વૃદ્ધ માણસ તરીકે વર્ણવવામાં આવે છે જે ફક્ત મધ્યરાત્રિએ ભેટો પહોંચાડતા હતા કારણ કે તેમને ભેટો પહોંચાડતી વખતે દેખાવાનું પસંદ નહોતું. તે લોકોને પોતાની ઓળખ જાહેર કરવા માંગતા નહોતા.