Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટલ ફર્ન સામે પેમેન્ટ બેઝ્ડ કોવિડ સેન્ટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો

બુધવાર, 22 એપ્રિલ 2020 (13:29 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવે વિસ્તારમાં સોલા બ્રિજ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટલ ફર્ન ખાતે પેમેન્ટ બેઝ્ડ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જોકે, તેની સામે આજે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેને લઈને સ્થાનિક વિસ્તારોમાં કોરોના ફેલાવવાના ભયથી લોકોએ વિરોધ શરૂ કર્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ કરીને સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ સેન્ટરને રદ્દ કરી દે. હોટલ ફર્ન આસપાસની સિમંદર ફ્લેટ, પ્રાચી એપાર્ટમેન્ટ, કાંલિદી બંગ્લોઝ, રઘુકુળ, નિલંકઠ સહિતની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશોએ હોટલ ફર્ન આગળ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આવેદન આપ્યું હતું અને સવાલ કર્યો હતો કે કોરોના વાઈરસ ફેલાશે તો જવાબદારી કોની રહેશે. સાથે જ સ્થાનિકો દ્વારા કમિશનરને મેઈલ કરીને આવેદન આપવામાં આવ્યું હતું. કોરોનાના વાઈરસના એસિમ્પ્ટોમેટીક દર્દી જેમને લક્ષણો નથી. પરંતુ જેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ સરકારી કોવિડ સેન્ટરમાં રહેવા ઈચ્છતા ન હોય તેવા દર્દીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં જઈ શકશે. આ હોટલમાં રહેવા ઇચ્છતા દર્દીઓએ રહેવા અને જમવાનો ખર્ચો જાતે ભોગવવાનો રહેશે. આ હોટેલના સામાન્ય રૂમના ટેરિફ ખૂબ જ ઊંચા હતા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને હોટલ સાથે એમઓયુ કરી ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ટેરિફ નક્કી કર્યું છે. પેમેન્ટ બેઝડ કોવિડ કેર સેન્ટરમાં મ્યુનિ.ની મેડિકલ ટીમ અને એમ્બુલન્સની વ્યવસ્થા હશે. 

વધુ જુઓ..

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

વધુ જુઓ..

Divyanka Sirohi Death: માથા પર ઈજા કે હાર્ટ એટેક... ૩૦ વર્ષીય અભિનેત્રી દિવ્યાંકા સિરોહી નું કેવી રીતે થયું મોત ?

ગુજરાતી જોક્સ - રાવણ કોણ હતો

ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

આગળનો લેખ
Show comments