Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહલગામ હુમલો યાદ કરો... ભારત-પાકિસ્તાન મેચ પર શુભમ દ્વિવેદીની પત્નીનુ છલકાયુ દર્દ

શનિવાર, 13 સપ્ટેમ્બર 2025 (17:24 IST)
india pakistan
India Pakistan Match: એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભાજપ અને BCCI વિરોધી પક્ષોના નિશાના પર છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘણા ક્રિકેટરો પણ આ મેચનો વિરોધ કરી રહ્યા છે. હવે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ મેચ પર સવાલ ઉઠાવ્યા છે. ઐશાન્યાએ કહ્યું કે પાકિસ્તાન આ મેચની કમાણીનો ઉપયોગ આતંકવાદીઓ પર કરશે, જેઓ ફરીથી આપણા પર હુમલો કરશે. આપણે પાકિસ્તાનને તે તક કેમ આપી રહ્યા છીએ?

<

#WATCH | Kanpur, UP: On upcoming India vs Pakistan match in Asia Cup 2025, Aishanya Dwivedi - wife of Pahalgam terror attack victim Shubham Dwivedi, says, "BCCI should not have accepted a match between India and Pakistan...I think BCCI is not sentimental towards those 26… pic.twitter.com/1tAu9wjqSo

— ANI (@ANI) September 13, 2025 >
 
BCCI એ 26 પરિવારોને ભૂલી ગયું...
એશિયા કપ 2025માં યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર, પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ કહ્યું, 'BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સ્વીકારવી જોઈતી ન હતી. મને લાગે છે કે BCCI એ 26 પરિવારો પ્રત્યે લાગણીશીલ નથી. તેઓ પહેલગામ અને પછી ઓપરેશન સિંદૂરમાં આપણને થયેલા નુકસાનને ભૂલી ગયા છે. હું આપણા ક્રિકેટરોને પણ પૂછવા માંગુ છું કે તેઓ આવું કેમ કરી રહ્યા છે? તેઓ પાકિસ્તાન ટીમ સાથે રમવા માટે કેમ તૈયાર છે?
 
ક્રિકેટરો વિરોધ કેમ નથી કરી રહ્યા?
ઐશ્ન્યા દ્વિવેદીએ કહ્યું, 'એવું કહેવાય છે કે ક્રિકેટરો દેશભક્ત હોય છે. દેશભક્તિની આ ભાવનાને કારણે, રાષ્ટ્રીય રમત હોકી કરતાં વધુ લોકો ક્રિકેટ જોવાનું અને રમવાનું પસંદ કરે છે. પરંતુ 1-2 ક્રિકેટરો સિવાય, કોઈએ આગળ આવીને કહ્યું નહીં કે આપણે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. BCCI તેમને બંદૂકની અણીએ રમવા માટે દબાણ કરી શકતું નથી. તેમણે પોતાના દેશ માટે ઊભા રહેવું જોઈએ. પરંતુ તેઓ એવું નથી કરી રહ્યા. હું મેચના પ્રાયોજકો અને પ્રસારણકર્તાઓને પૂછવા માંગુ છું કે શું તેમની તે 26 પરિવારો પ્રત્યે કોઈ ફરજ નથી.'

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

આગળનો લેખ
Show comments