WCL ની સેમીફાઈનલમાં પાકિસ્તાન સાથે રમવાનો યુવરાજ સિંહની ટીમે કર્યો ઈનકાર, શુ એશિયા કપ પર એક્શન લેશે BCCI?
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 15મી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયનને 5 વિકેટે હરાવીને ઇન્ડિયા ચેમ્પિયને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા 145 રનના લક્ષ્યને 14.1 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો.
લીસેસ્ટર વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેંડ્સની 15મી મેચ ઈંડિયા ચેમ્પિયન અને વેસ્ટઈંડિઝ ચેમ્પિયન વચ્ચે રમાઈ. આ મુકાબલો ઈંડિયા ચેમ્પિયને 5 વિકેટે પોતાને નામે કરી લીધી. આ સાથે આ ટુર્નામેંટમાં ભારતની ટીમ સેમીફાઈનલ માટે ક્વલીફાય કરવામાં આવી. જ્યા તેનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન સાથે થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી સેમિફાઇનલ 31 જુલાઈના રોજ યોજાવાની છે. જોકે, ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, સેમિફાઇનલ વિશે અત્યાર સુધી આવા કોઈ સમાચાર બહાર આવ્યા નથી.
વેસ્ટ ઇન્ડીઝ સામે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ઇન્ડિયા ચેમ્પિયન્સના કેપ્ટન યુવરાજ સિંહે વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં, વેસ્ટ ઇન્ડીઝની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે ફક્ત 144 રન જ બનાવી શકી. કિરોન પોલાર્ડે 43 બોલમાં 74 રનની ઝડપી ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. ભારત તરફથી પિયુષ ચાવલાએ સૌથી વધુ 3 વિકેટ લીધી. વરુણ એરોન અને સ્ટુઅર્ટ બિન્નીએ પણ 2-2 વિકેટ લીધી. પવન નેગીએ પણ 1 વિકેટ લીધી.
14.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો
ઇન્ડિયા ચેમ્પિયન્સે 145 રનના લક્ષ્યનો પીછો ફક્ત 14.1 ઓવરમાં 5 વિકેટ બાકી રાખીને કર્યો. શિખર ધવને સારી શરૂઆત આપી. તેણે ૨૫ રન બનાવ્યા. આ પછી ગુરકીરત સિંહ માન અને સુરેશ રૈના 7-7 રન બનાવીને વહેલા આઉટ થઈ ગયા. પરંતુ ત્યારબાદ સ્ટુઅર્ટ બિન્નીએ 21 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી. તે અંત સુધી અણનમ રહ્યો. બિન્નીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.
તેમને યુવરાજ સિંહ (21) અને યુસુફ પઠાણ (21*) નો સાથ મળ્યો. પઠાણે 7 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. મેચ વિનિંગ શોટ ફટકાર્યા પછી, યુસુફ તેના બાળકોને મળવા ભીડમાં ગયો અને તેના બાળકો સાથે આ જીતની ઉજવણી કરી. વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન માટે ડ્વેન સ્મિથ અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ લીધી.
એશિયા કપની શરૂઆતની મેચ 9 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારત 10 સપ્ટેમ્બરે યુએઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે પાકિસ્તાન સાથેની મેચ 14 સપ્ટેમ્બરે થશે. ભારત 19 સપ્ટેમ્બરે ઓમાન સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે. ગ્રુપ સ્ટેજ પછી, ટોચની બે ટીમો સુપર-4માં પહોંચશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી 21 સપ્ટેમ્બરે અહીં ટક્કર થવાની શક્યતા છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.