સંબંધિત સમાચાર
- રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત
- Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .
- 10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા
- Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની
- World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ
Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?
gluten free roti
આજકાલ હેલ્ધી ડાયેટને કારણે ગ્લુટેન-ફ્રી રોટલી ખાવાનુ ચલન ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. અનેક લોકો પાચનને સારુ બનાવવા માટે અને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી બચવા માટે ગ્લુટેન ફ્રી અનાજનુ સેવન કરવુ પસંદ કરે છે. જો કે દરેક માટે ગ્લુટેન છોડવુ જરૂરી નથી હોતુ. પણ કેટલાક લોકો માટે આ લાભકારી સાબિત થઈ શકે છે. આવામા આ જાણવુ જરૂરી છે કે ગ્લુટેન ફ્રી રોટલીઓ ખાવાથી શુ ફાયદા થઈ શકે છે અને કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી.
ગ્લુટેન શું છે?
ગ્લુટેન એ ઘઉં અને જવ જેવા અનાજમાં જોવા મળતું પ્રોટીન છે. ગ્લુટેન કુદરતી રીતે મળે છે, પરંતુ તેને કાઢવામાં આવે છે, ઘટ્ટ કરીને ખોરાક અને અન્ય ઉત્પાદનોમાં ભેળવીને પ્રોટીન ટેક્સચર અને સ્વાદ વધારવામા આવે છે. તે પ્રોસેસ્ડ ફૂડને એકસાથે રાખવા અને તેમને આકાર આપવા માટે બાઈંડિંગ એજન્ટ તરીકે પણ કાર્ય કરે છે. તે લોટને નરમ બનાવે છે, જેના પરિણામે રોટલી, બ્રેડ અને બેકરી આઈટમોનુ ટેક્સચર સારુ બને છે.
ગ્લુટેન ફ્રી રોટલી ખાવાથી શુ ફાયદો થાય છે ?
ગ્લુટેન-ફ્રી રોટલી ખાવાથી પાચનમાં સુધારો થાય છે, પેટનું ફૂલવું ઓછું થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને સ્થિર કરવા અને એનર્જી વધારવા માટે ફાયદાકારક છે. ગ્લુટેન-ફી અનાજ જેવા કે બાજરી, જુવાર અને રાગીમાં સારી માત્રામાં ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ હોય છે.
કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?
બાજરીની રોટલી: બાજરીની રોટલી ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે પાચન સુધારવામાં અને એનિમિયા ઘટાડવામાં મદદ કરે છે. આ અનાજ ગ્લુટેન-ફ્રી છે, જે વજન ઘટાડવા અને શુગર નિયંત્રણ માટે ફાયદાકારક છે.
જુવાર: જુવારની રોટલી ગ્લુટેન-ફ્રી છે અને તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પચવામાં ખૂબ જ હળવી છે. તે પાચનમાં સુધારો કરવા, વજન ઘટાડવા અને બ્લડ સુગર સ્થિરતા જાળવવા માટે ખૂબ જ લાભકારી છે. આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર, જુવાર હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારી છે.
રાગી અને મકાઈ: રાગી અને મકાઈ સંપૂર્ણપણે ગ્લુટેન-ફ્રી છે અને ગ્લુટેન સંવેદનશીલતા ધરાવતા લોકો માટે ઉત્તમ વિકલ્પો છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેને રોટલી, દલિયા અથવા ઢોસાના રૂપમાં આહારમાં સામેલ કરી શકાય છે.