Daily Horoscope
✕

મોટા સમાચાર.. જય શાહ ફરી સાચવશે ICC ની કમાન, નિર્વિરોધ બીજીવાર પસંદગી પામ્યા ચેયરમેન

Updated: સોમવાર, 16 નવેમ્બર 2026 (12:23 IST)
Jay Shah again appointed ICC Chairman
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ એટલે કે ICC એ જય શાહને એકવાર ફરી પોતાના ચેયરમેન તરીકે પસંદ કર્યા. આ તેમનો સતત બીજો કાર્યકાળ રહેશે. બાલીમાં થયેલી બેઠકમાં બધા ડાયરેક્ટર્સએ મળીને તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારબાદ તેમની સામે કોઈ અન્ય ઉમેદવાર ન હોવાને કારણે તેમને કોઈપણ જાતના વિરોધ વગર બીજીવાર આ પદની જવાબદારી સોંપવામાં આવી.  
ALSO READ: બિહારમાં છઠનો પ્રસાદ એંઠો કરવા બદલ માતાએ 4 વર્ષની બાળકીને એટલી મારી કે થયુ મોત

ICC એ જય શાહના કર્યા વખાણ  

જય શાહના ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયાની જાહેરાત કરતા, ICC એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ બોર્ડને જાહેરાત કરતા આનંદ થાય છે કે, બાલીમાં બોર્ડ અને સમિતિની બેઠકમાં તમામ ડિરેક્ટરો દ્વારા કરાયેલા ઠરાવ બાદ, જય શાહને ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે વિરોધ વિના ફરીથી ચૂંટવામાં આવ્યા છે. આ નિર્ણય બોર્ડના તેમના નેતૃત્વમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ક્રિકેટ માટે આ મહત્વપૂર્ણ સમયે આ પગલું મહત્વપૂર્ણ છે, જે રમતને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવા, ચાહકોનો આધાર વધારવા અને ભવિષ્યની યોજનાઓ માટે નવા આવકના સ્ત્રોતો ખોલવા સક્ષમ બનાવે છે."
 

આ પર પર કામ કરવુ મારા માટે ગર્વની વાત  - જય શાહ 

 
ICCના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે આ પદ સંભાળવું એ ગર્વની વાત છે અને સાથે સાથે એક મોટી જવાબદારી પણ છે. તેઓ વિશ્વભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે તમામ સભ્યો સાથે મળીને કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે ક્રિકેટ હાલમાં એક રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, અને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં તેનો સમાવેશ નવા પ્રેક્ષકો સુધી પહોંચવાની એક મોટી તક રજૂ કરે છે. વધુમાં, તેમની જવાબદારી મુખ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવા ઉપરાંત ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે પણ વિસ્તરે છે. તેઓ ખેલાડીઓ, ફેંસ, વ્યવસાયિક ભાગીદારો અને રમત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિના શ્રેષ્ઠ હિતોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી કરશે.
ALSO READ: ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે સીટ વહેચણી પર મોટા સમાચાર, અખિલેશ બોલ્યા - 'જે પાર્ટી જીતવાની સ્થિતિમાં હશે, તેને તે સીટ મળી જશે'

36 વર્ષની વયે ICC ચેયરમેન બન્યા હતા 

જય શાહને 2024 માં પહેલી વાર ICC ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું અને માત્ર 36 વર્ષની ઉંમરે, આ પદ સંભાળનારા સૌથી યુવા વ્યક્તિ બન્યા. જય શાહ ICCના વડા બનનારા પાંચમા ભારતીય છે. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર પણ આ પદ સંભાળી ચૂક્યા છે. જોકે, 2015 પહેલા, આ પદને રાષ્ટ્રપતિ કહેવામાં આવતું હતું, જે પછીથી ચેરમેનમાં બદલી નાખવામાં આવ્યું.
 

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

આગળનો લેખ
Show comments