Daily Horoscope
✕

Dhanteras 2021 : ધનતેરસ પર રાશિ મુજબ કરો ખરીદી, જાણો શુ ખરીદવુ છે ફળદાયી

Updated: મંગળવાર, 2 નવેમ્બર 2021 (19:51 IST)
ધનતેરસનો શુભ તહેવાર (Dhanteras 2021) પરિવારોમાં સમૃદ્ધિ અને સંપત્તિનો સંકેત આપે છે. આ તહેવાર આ વર્ષે 02 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. તે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરીને ઉજવવામાં આવે છે.
 
લોકો આ દિવસે સોનું, ચાંદી અથવા અન્ય શુભ વસ્તુઓ પણ ખરીદે છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારા માટે  લાવ્યા છીએ એ ખાસ વસ્તુઓની યાદી જે  તમારે તમારી રાશિ અનુસાર ધનતેરસ પર ખરીદવી જોઈએ 
 
મેષ - આ રાશિના લોકોએ ધનતેરસ પર સોનાના સિક્કા, ચાંદી, વાસણો, હીરાના આભૂષણો ખરીદવા જોઈએ. આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, લોખંડ, ચામડું અથવા રસાયણો ધરાવતી વસ્તુઓ ખરીદવાનું ટાળો.
 
વૃષભ - વૃષભ રાશિના લોકોએ સોનું, ચાંદી, કાંસ્ય, હીરા અને વાસણો ખરીદવાનું પસંદ કરવું જોઈએ. આ શુભ છે. તમે કેસર અને ચંદન પણ ખરીદી શકો છો જે તમારુ સૌભાગ્ય લાવશે. જો કે, તમારે તેલ, ચામડા, લાકડા અને વાહનોથી પણ દૂર રહેવું જોઈએ.
 
મિથુન - મિથુન રાશિના લોકો માટે ધનતેરસ શુભ રહેશે. સોનું, ચાંદી, પુખરાજ અને ખાસ કરીને જમીન, ઘર અથવા કોઈપણ ફર્નિચરનો સામાન ખરીદવો શ્રેષ્ઠ છે.
 
કર્ક - કર્ક રાશિના લોકો માટે સારું રહેશે કે તમે તમારા બદલે તમારા પરિવારના સભ્યોના નામે કોઈ સામાન ખરીદો. જો તમે બાળકને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો તે વધુ સારું રહેશે. પરંતુ સોનું ખરીદવાનું અથવા શેરબજારના કોઈપણ સોદામાં રોકાણ કરવાનું ટાળો.
 
સિંહ - સિંહ રાશિના જાતકોએ વાહનો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, લાકડામાંથી બનેલા વાસણો, ઘર, ફ્લેટ અને સોના, ચાંદી અને કાંસાની ખરીદી કરવી જોઈએ. પરંતુ તે વસ્તુઓ ખરીદવાનું ટાળો જેમાં લોખંડ અને સિમેન્ટ હોય.
 
કન્યા - આ રાશિના લોકોએ જમીન, ઈલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ ખરીદવું જોઈએ. પરંતુ સોનું, ચાંદી, હીરા ન ખરીદો અને નવા કપડાંમાં સફેદ વસ્ત્રો પહેરવાનું પણ ટાળો.
 
તુલા - તુલા રાશિના જાતકોએ સોના અને હીરામાં રોકાણ કરતા પહેલા થોડો સમય રાહ જોવી એ જ સમજદારી છે. જો તમે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોવ, તે ગમે તે હોય, તમારા પરિવારના સભ્યના નામે આવશ્યક વસ્તુઓ ખરીદો.
 
વૃશ્ચિક - સોના, ચાંદી, કપડાં, માટીના વાસણો અને લોખંડની વસ્તુઓ ખરીદવાની સલાહ છે. પરંતુ માત્ર બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવામાં સાવચેત રહો અને કોઈપણ મોટા નાણાકીય અથવા પ્રોપર્ટી શેરોમાં રોકાણ કરવાનું ટાળો.
 
ધનુ - આ તહેવારને તમારા લાભ માટે લો અને જમીન અને કિંમતી ધાતુઓ, હીરા અને પથ્થરો ખરીદો. ખરીદી માટે આ સમય ખૂબ જ શુભ રહી શકે છે.
 

વધુ જુઓ..

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

આગળનો લેખ
Show comments